________________
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો ઃ [પ્ર. આ. ૨૨૧-૨૨૩]
એમ જણાય છે.` આ કથા ભોજ રાજાના સ્વર્ગવાસ પછી, પરંતુ તિરુત્તક્કદેવે રચેલ જીવકચિન્તામણિ નામની કૃતિની પૂર્વે એટલે કે વિક્રમની બારમી સદીના પ્રથમ ચરણમાં રચાઈ હશે એમ મનાય છે. આ કથા બાણકૃત કાદંબરી અને ધનપાલની તિલકમંજરીના અનુકરણરૂપે રચાઈ હોય એમ લાગે છે.
[‘ગદ્યચિન્તામણિ પરિશીલન’ પં. પનાલાલ, ‘‘ગોપાલદાસ બરૈયા સ્મૃતિગ્રંથ'' પૃ. ૪૭૪-૪૮૩] પંચતંત્ર યાને 'પંચાખ્યાન (વિ. સં. ૧૨૫૫)– આ સુપ્રસિદ્ધ પંચતંત્રનું રૂપાંતર છે. એના કર્તા પૂર્ણભદ્રસૂરિ છે અને એમણે વિ. સં. ૧૨૫૫માં સોમ મંત્રીની અભ્યર્થનાથી આ કૃતિ નવરંગપુરમાં યોજી છે. આ પૂર્ણજ્ઞભદ્રસૂરિને જૈ. સા. સં. ઈ. (પૃ. ૩૪૦)માં, જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨૪)માં, માં અને ડૉ. સંડેસરાના પંચતંત્રના ઉપોદ્ઘાત (પૃ. ૩૪)માં ‘ખરતર’ ગચ્છના જિનપતિ(સૂરિ)ના શિષ્ય કહ્યા છે પરંતુ ‘યુગપ્રધાનાચાર્ય ગુર્વાવલી’’ પ્રમાણે તો ‘ખરતર’ ગચ્છના પૂર્ણભદ્રની દીક્ષા વિ. સં. ૧૨૬૦માં થઈ છે એટલે આ કથન વિચારણીય ઠરે છે અને શ્રી. અગરચંદ નાહટાએ તો આને ભૂલ જ ગણી છે.પ
પંચાખ્યાનસારોદ્વાર યાને બૃહત્સંચાખ્યાન આ પણ પંચતંત્રનું એક પ્રકારનું રૂપાંતર છે. એને પણ પંચાખ્યાન કહે છે. એના કર્તા ધનરત્નગણિ છે.
પંચાખ્યાન યાને પંચાખ્યાનોદ્વાર (વિ.સં. ૧૭૧૬)- આના કર્તા ચન્દ્રપ્રભા વગેરેના રચનારા ઉપાધ્યાય મેઘવિજય છે. એમણે ઉપર્યુક્ત પૂર્ણભદ્રકૃત પંચાખ્યાનને ગદ્યમાં રજૂ કરતી આ કૃતિ વિ.
સં. ૧૭૧૬માં રચી છે.
પંચાખ્યાન– આ અજ્ઞાતકર્તૃક કૃતિ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૩૦)માં નોંધાયેલ છે.
૧. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૮૧)
૨. આમ માનવાનું કારણ એ છે કે આમાં નીચે મુજબની પંક્તિ છેઃ—
"अद्यधारा निराधारा धरा निरालम्बा सरस्वती"
૧૩૯
આ નિમ્નલિખિત પદ્યની છાયારૂપ છેઃ
"अद्य धारा निराधारा निरालम्बा सरस्वती । પષ્ડિતા: —િતાઃ સર્વે મોનાને ટ્યુિં તે '
Jain Education International
૩. જુઓ પૃ.૧૦૨ અને જૈ: સા. ઈ. (પૃ. ૪૮૨)
૪. આ નામની ગુજરાતી કૃતિ ‘વડ’ ગચ્છના રત્નચન્દ્રના શિષ્ય વત્સરાજ-ગણિએ વિ. સં. ૧૬૪૮માં રચી છે. ૫. જુઓ ‘જૈ. સ. પ્ર.’’ (વ. ૧૬, અં. ૨)માંનો લેખ “પંચતંત્ર જે ૩દ્વાર પૂર્ણમદ્ર બિનપતિસૂરિશિષ્ય થે?'. આ લેખમાં પૂર્ણભદ્રની કૃતિને ૪૬૦૦ શ્લોક જેવડી કહી છે. [પૂર્ણભદ્રસૂરિપ્રતિષ્ઠિત પંચતંત્ર હાર્વર્ડ ઓરિએંટલસિરિઝમાં સં. ૧૯૦૮માં પ્રસિદ્ધ થયેલ આનું પુનર્મુદ્રણ આ. શીલચન્દ્રસૂરિ મ.ના પ્રયાસથી વિશ્વનન્દી સંધે સં. ૨૦૪૪માં પ્રસિદ્ધ કર્યું છે. આ ગ્રંથ આ. શ્રીકારસૂરિમ. ને અર્પણ કરાયો છે.]
For Personal & Private Use Only
P ૨૨૩
www.jainelibrary.org