________________
૧૩૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫ લક્ષ્મીપ્રસાદન, મિત્રસમાગમ, ચિત્રપટદર્શન, પુરપ્રવેશ, નૌવર્ણન, મલયસુન્દરીવૃત્તાન્ત, ગન્ધર્વકશાપાપગમ, પ્રાગ્લવપરિજ્ઞાન અને રાજ્યકયલાભ.
અંતમાં ગ્રન્થકારે સાત પદ્યોમાં પોતાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે અને પ્રસ્તુત કૃતિનું રચનાવર્ષ વિ. સં. ૧૨૬૧ હોવાનું દર્શાવ્યું છે. એ ઉપરથી આપણે નિમ્નલિખિત બાબતો જાણી શકીએ છીએ :–
અણહિલપુર (પાટણ)માં સુવિખ્યાત પલ્લીપાલ” કુળમાં ઉત્પન્ન થયેલા આમન એમના પિતા છે. તેઓ અનેક શાસ્ત્રના જાણકાર અને સુકવિ હતા. એમણે નેમિચરિત નામનું મહાકાવ્ય રચ્યું છે. આમનને ચાર પુત્રો હતા : અનંતપાલ, ધનપાલ, રત્નપાલ અને ગુણપાલ. આ પૈકી અનંતપાલે “સ્પા ગણિતપાટિકા” રચી છે.
લક્ષ્મીધર તિલકમંજરીકથાસાર અણહિલવાડમાં જ અને ‘પલ્લીપાલ ધનપાલની રચના બાદ વીસ વર્ષે રચ્યો છે છતાં આ ધનપાલની કૃતિની એમાં નોંધ નથી તે નવાઈ જેવું લાગે. આ બંનેની કૃતિઓની તુલના ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૨૭-૩૧)માં કરાઈ છે.
તિલકમંજરીસારનું જે એક જ હાથપોથીના આધારે સંપાદન કરાયું છે તેમાં સારોદ્ધાર અને લઘુ ધનપાલ પૈકી એકેનો ઉલ્લેખ નથી. આ ઉપરથી તો એમ ભાસે છે કે તિલકમંજરીસારોદ્ધાર અને એના કર્તા લઘુ ધનપાલ હોવાનું જે મેં કહ્યું છે તે ખોટું છે અને એને અંગેનું છઠું ટિપ્પણ અનાવશ્યક છે.
તિલકમંજરીપ્રબન્ધના કર્તા પદ્મસાગર છે કે ચન્દ્રપ્રભસૂરિ કે અન્ય કોઈ તે જાણવું બાકી રહે છે. આ પદ્મસાગરના શિષ્ય હોઈ નહિ શકે એમ આ કૃતિની તાડપત્રીય પ્રતિ અને તેની પ્રાચીનતા જોતાં અનુમનાય છે. આ કૃતિ તિલકમંજરીના સારરૂપે નહિ પરંતુ એના આધારે સ્વતંત્ર રચના તરીકે ઉપસ્થિત કરવાનો પ્રયાસ થયેલો જોવાય છે. આથી આ કૃતિનું વાસ્તવિક નામ “તિલકમંજરીકથોદ્ધાર હોવાનું સૂચવાયું છે. આ અપ્રકાશિત કૃતિને અંગેની કેટલીક વિગતો ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૩૩૩૯)માં અપાઈ છે.
‘ગદ્ય-ચિન્તામણિ (લ. સં. ૧૧૨૫)- આના કર્તા વાદીભસિંહ તરીકે ઓળખાવાતા દિ. ઓડયદેવ છે. એમણે ક્ષત્ર-ચૂડામણિ નામનું કાવ્ય રચ્યું છે. એમાં તેમ જ આ ગદ્યાત્મક કૃતિમાં એમણે જીવન્ડરની કથા આલેખી છે. અહીં અપાયેલી આ કથા ગુણભદ્ર રચેલા ઉત્તરપુરાણમાંથી લેવાઈ હોય ૧. એઓ નવ્યાકાવ્યશિક્ષાપરાયણ હતા અને પોતાના પિતા પાસે એમણે કરેલા અભ્યાસને પરિણામે
તિલકમંજરીસાર રચ્યો છે. ૨. આની નોંધ મેં પાટીગણિતના નામથી ઉપર્યુક્ત નેમિચરિતના ઉલ્લેખપૂર્વક જૈ. સં. સા. ઇ (ખંડ ૧, પૃ.
૧૯૯)માં લીધી છે. પરંતુ આ બે કૃતિમાંથી એકે ઉપલબ્ધ હોય તો તે અદ્યાપિ મારા જોવામાં આવી નથી. ૩. .સ. ૧૯૦૨માં ટી.પી. કુષ્ણુસ્વામિ સંપાદિત આ કૃતિ છપાયેલી છે, [પનાલાલના હિન્દી અનુવાદ અને સંસ્કૃત ટીકા સાથે ભારતીયજ્ઞાનપીઠથી સં. ૨૦૧૫માં પ્રકાશિત)
> ૨૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org