________________
૧૦૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
આ ઉપરાંત જયશેખરસૂરિએ નીચે મુજબની કૃતિઓ રચ્યાનું કેટલાક કહે છે – નળ-દમયન્તી-ચંપૂ, ન્યાયમંજરી અને પક્ઝોસવણાકપ્પ ઉપર સુખાવબોધ નામનું વિવરણ. પરિમાણ- પ્રસ્તુત કાવ્યોમાં ૧૧ સર્ગ છે. એની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે – ૭૭, ૭૩, ૮૧, ૮૦, ૮૬, ૭૪, ૭૭, ૬૮, ૮૦, ૮૪ અને ૭૧. આમ કુલ પદ્યો ૮૫૧ છે પણ ગ્રંથાગ્ર હજાર શ્લોક જેવડો જણાય છે.
વિષય- પ્રસ્તુત કાવ્ય કવિવર કાલિદાસકૃત કુમારસંભવના અનુકરણરૂપે રચાયું છે. જેમ કુમારસંભવમાં કાર્તિકેયના જન્મનું વર્ણન છે તેમ આમાં ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીના
જન્મનું વર્ણન છે. પ્રાસંગિક વર્ણન તરીકે ઋષભદેવનાં જન્મ, શૈશવ, સુનન્દા અને સુમંગલા 'P ૧૬૫ સાથેનું એમનું પાણિગ્રહણ સુમંગલાને આવેલા ચૌદ સ્વપ્નો અને ઋષભદેવે એનું વર્ણવેલું ફળ
એ બાબતો અપાઈ છે.
દસમા સર્ગના શ્લો. ૬૧-૬૬માં એક પછી એક શ્લોકમાં જૈન, સાંખ્ય, બૌદ્ધ, નૈયોયિક, મીમાંસક અને ચાર્વાક મત પ્રમાણેનું કથન રજૂ કરાયું છે. આમાં ઋતુઓ, પ્રાતઃકાલ વગેરેનાં પણ વર્ણન છે.
વિવૃતિ- આ કાવ્ય ઉપર કર્તાના શિષ્ય ધર્મશખરગણિએ વિ. સ. ૧૪૮૩માં નિવૃતિ રચી છે અને એનું સંશોધન માણિક્યસુન્દરે કર્યું છે. સ.૧ના શ્લો. ૧-૨ની વિવૃતિમાં કહ્યું છે કે સરસ્વતી દેવીએ આ બંનેના આદ્ય ચરણ આપી ગ્રંથકારને કાવ્ય રચવા પ્રેર્યા છે.
અવચૂરિ– આ અજ્ઞાતકર્તક છે.
ભાષાન્તર- પ્રસ્તુત કાવ્યનું ગુજરાતીમાં હીરાલાલ વિ. હંસરાજે ભાષાન્તર કર્યું છે. અને એ પ્રકાશિત છે.
મિત્રચતુષ્કકથા યાને કથાચતુષ્ટય (લ. વિ. સં. ૧૪૮૪)–આના કર્તા “સહસાવધાની” મુનસુન્દસૂરિ છે. એમાં એકંદર ચાર કથાઓ છે અને એ ચારે “જયશ્રી'થી અંકિત છે.
પરિમાણ- પહેલી કથામાં ૨૧૭, બીજીમાં ૨૬, ત્રીજીમાં ૧૩૭ અને ચોથીમાં ૫૦૫ પદ્યો છે. આમ કુલ્લે અહી ૧૨૮૫ પદ્યો છે. આ ચારે કથાનું એકંદર ગ્રન્થાઝ ૧૪૫૦ શ્લોક જેટલું છે. ૧. ઉસભપંચાસિયા ઉપર સંસ્કૃતમાં તેમ જ સાથે સાથે કટકે કટકે “પ્રકૃત” (ગુજરાતી)માં અવચૂરિ રચનારનું
પણ આ નામ છે. વળી સંપુટ નામના યમકથી અલંકૃત ૨૪ પદ્યો અને ઉપસંહાર ૨૫મું પદ્ય એમ ૨૫ પદ્યનો જે ચતુવિંશતિજિનસ્તવ કોઇકની અવસૂરિ સહિત જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૧૨૧-૧૩૮)માં છપાવાયો છે તેના કર્તાનું નામ પણ ધર્મશખર છે. શું એ બને કે એ બે માંથી ગમે તે એક પણ જૈનકુમાર-સંભવની વિવૃતિ રચનારા છે ખરા ? ૨. ભીમશી માણેકે ઈ. સ. ૧૯૦૦માં છપાવ્યું છે. જુઓ પૃ. ૧૧૩ ટિ. ૧ ૩. આ કૃતિ તથા એનો ગુજરાતી અનુવાદ જૈ. આ. સ. માં પ્રકાશિત છે. હિર્ષપુષ્યામૃત ગ્રં. માં વિ. સં. ૨૦૪૧માં આ પ્રસિદ્ધ થયું છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org