________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
P ૧૫૮
આ ઉપરાંત ત્રણ અજ્ઞાતકર્તુક કૃતિઓ છે. એ પૈકી એકના કર્તા કોઈ દિ. છે. એમણે લગભગ ૩૦૦૦ શ્લોકમાં આ રચી એમાં આઠ કથા આપી છે. [૧૪મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા મદનપરાજયના કર્તા નાગદેવે ૩000 શ્લો. પ્રમાણ સમ્યકત્વકૌમુદીની રચના કરી છે. ૧૪૮૯માં લખાયેલી આની પ્રત મળે છે. આનું પ્રકાશન જૈનગ્રંથકાર્યાલય હીરાબાગ મુંબઈથી થયું છે. વિશેષ માટે જુઓ- “સમ્યકત્વકૌમુદી કે કર્તા' લે. શ્રી રાજકુમારજૈન, વર્ણ અભિનંદન ગ્રંથ પૃ. ૩૭૫-૯.
સમ્યકત્વકૌમુદી– મહો. કુલમંડનગણિની આ કૃતિ હષપુષ્યામૃતગ્રં ૨૦૪૦માં પ્રગટ થાય છે.”]
પર્વરત્નાવલી યાને પંચપર્વ (વિ. સં. ૧૪૭૮)–આના કર્તા “ખરતરમ્ ગચ્છના જયસાગર છે. એઓ જિનરાજસૂરિના શિષ્ય અને જિનભદ્રસૂરિના ગુરુભાઈ થાય છે. એમણે જિનવર્ધનસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. એમણે વિ. સં. ૧૪૮૦માં 'વિજ્ઞપ્તિ ત્રિવેણી અને વિ. સ. ૧૫૭૩માં પૃથ્વીચન્દ્રચરિત્ર એમ બે સંસ્કૃત કૃતિઓ અને વિ. સ. ૧૫૦૩માં પૃથ્વીરચરિત્ર એમ બે સંસ્કૃત કૃતિઓ રચી છે. આ ઉપરાંત એમણે ઉવસગ્ગહરથોત્ત, સંદેહદોલાવલી અને સુગુરુ-પારતન્તોત્ત [ભાવારિવારણથોત્ત, રઘુવંશસર્વાધિકાર, નેમિનિસ્તુતિ] ઉપર એકેક વૃત્તિ રચી છે. વળી ગુજરાતીમાં પણ એમણે કેટલીક કૃતિઓ રચી છે. એમણે પ્રસ્તુત કૃતિ ૬૨૧ પદ્યમાં વિ. સં. ૧૪૭૮માં રચી છે. એમાં પાંચ પર્વને અંગે કથા છે. આ કૃતિની વિ. સં. ૧૫૪૬માં લખાયેલી એક હાથપોથી ભાં. પ્ર. સં. મું. માં છે.
*જયાનન્દરાજર્ષિ-કેવલિ-ચરિત્ર (લ. વિ. સં. ૧૪૮૦)- આના કર્તા “સહસ્ત્રાવધાની', વાદિગોકુલ-સંડક “કાલી-સરસ્વતી’ એમ વિવિધ બિરુદોના ધારક અને પ્રખર માંત્રિક મુનિ-સુન્દરસૂરિ છે. એમનો જન્મ વિ. સ. ૧૪૩૬માં થયો હતો. એમણે વિ. સં. ૧૪૪૩માં સાત વર્ષની વયે દીક્ષા લીધી હતી. એ વેળા એમનું મોહનનન્દન નામ પડાયું હતું. દેવસુદરસૂરિ એમના દીક્ષાગુરુ હોય એમ લાગે છે. જ્ઞાનસુન્દરસૂરિ એમના વિદ્યાગુરુ થાય છે. વિ. સં. ૧૪૬૬માં આ મુનિસુન્દરસૂરિને વાચકપદ મળ્યું હતું. અને વિ. સં. ૧૪૭૮માં એઓ સૂરિ બન્યા હતા. વિ. સં. ૧૪૯૯માં એઓ ભટ્ટારક થયા હતા. એક વેળા સહસ્ત્રમલ્લ રાજાની વિજ્ઞપ્તિ સ્વીકારી એમણે એના દેશને તીડના ઉપદ્રવથી મુક્ત કર્યો હતો. વળી એમણે સાિથય રચી મારિનું નિવારણ કર્યું હતું. લક્ષ્મીસાગર, શુભશીલગણિ, ચન્દ્રસેનગણિ વગેરે આ મુનિસુન્દરસૂરિના શિષ્ય થાય છે. એઓ વિ. સં. ૧૫૦૩માં કોરટામાં સ્વર્ગ સંચર્યા.' એમણે નિમ્નલિખિત કૃતિઓ રચી છે :
૧. આ કૃતિ ““જૈ. આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાઈ છે. ૨. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૩૪) પ્રમાણે આ કૃતિનો ગ્રંથાગ્ર ૬૭૫ શ્લોકનો છે અને એ કૃતિ હીરાલાલના
હંસરાજ તરફથી વિ. સં. ૧૯૬૮માં પ્રકાશિત થઈ છે. અન્યત્ર ગ્રંથાગ્ર ૭૫00 શ્લોકનો દર્શાવાયો છે.
[આ હર્ષપુષ્યામૃતગ્રંથમાળા જામનગરથી પણ પ્રસિદ્ધ થયેલ છે.] ૩. જુઓ “જૈન પુસ્તક પ્રચારક સંસ્થા તરફથી વિ. સં. ૨૦૦૫માં પ્રકાશિત ઉપદેશરત્નાકરની મારી ગુજરાતી
ભૂમિકા (પૃ. ૬૨) ૪. વિશેષ માટે જુઓ ઉપર્યુક્ત ભૂમિકા (પૃ. ૫૯-૬૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org