________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૫૪-૧૫૭]
૯૭
'સમ્યકત્વકૌમુદી (વિ.સં. ૧૪૮૭)–આના કર્તા જયચન્દ્રસૂરિના શિષ્ય જિનહર્ષગણિ છે. એમણે ૨૦૨૫ શ્લોક જેવડી આ પદ્યાત્મક કૃતિ. વિ. સં. ૧૪૮૭માં રચી છે. વિશેષમાં એમણે રત્નશેખરી કથા, વિંશતિસ્થાનકચરિત્ર વગેરે રચ્યાં છે.
પરિમાણ– પ્રસ્તુત કૃતિ સાત પ્રસ્તાવમાં વિભક્ત છે. એની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છેઃ
૧૮૯, ૫૧૨, ૪૪૬, ૫૯૭ (૨૯૯+૧૯૭+૧૦૧), ૪૦૪, ૨૨૩ અને ૧૮૮ (૧૭૬+૧૨).
આમ પઘોની એકંદર સંખ્યા ૨૫૫૯ની છે. ઘણાંખરાં અવતરણોને લગતાં પઘો એમાં ગણી લેવાયાં નથી.
વિષય- પ્રસ્તુત કૃતિમાં સમ્યકત્વ, મિથ્યાત્વ. દેશવિરતિ, સર્વવિરતિ, વિંશતિસ્થાનક, અગિયાર પ્રતિમા, આઠ દૃષ્ટિ ઇત્યાદિ બાબતો આલેખાઈ છે. વિશેષમાં અહીં શ્રેષ્ઠી અર્હદાસની તેમ જ સુબોધન નૃપની કથા અપાઈ છે.
આ કૃતિ વિવિધ અવતરણોથી અલંકૃત છે.
વૃત્તિ- આ સમ્યત્વકૌમુદી ઉપરની વૃત્તિ ગ્રંથકારના શિષ્ય જયચન્દ્રગણિએ વિ. સં. ૧૪૯૭માં ૧૫૭ રચી છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૨૪)માં કહ્યું છે તે વિચારણીય જણાય છે.
સમ્યકત્વ-કૌમુદી (વિ. સં. ૧૫૦૪)- આ ચિત્ર' ગચ્છના ગુણાકરની ૧૪૮૮ પઘોમાં વિ. સે, ૧૫૦૪માં રચાયેલી કૃતિ છે.*
સમ્યકત્વ-કૌમુદી (વિ. સં. ૧૫૭૩)- આ પદ્યાત્મક કૃતિના કર્તા “આગમ' ગચ્છના સિંહદત્તસૂરિના શિષ્ય સોમદેવસૂરિ છે. એમણે આ ૩૩૫૨ શ્લોક જેવડી કૃતિ વિ. સં. ૧૫૭૩માં રચી છે.
સમાનનામક અન્ય કૃતિઓ-સમ્યકત્વકૌમુદી નામની અન્ય કૃતિઓ રચનારાનાં નામ નીચે મુજબ છે –
ધર્મકીર્તિ, મંગરાસ, મલ્લિભૂષણ, યશકીર્તિ, યશસેન, વત્સરાજ (ઋષિ) અને વાદિભૂષણ. આ બધા જ દિ. હોય તો ના નહિ.
૧. આ કૃતિ “જૈ. આ. સ.” તરફથી વિ. સં૧૯૭૦માં છપાવાઈ છે. જિ. ૨.કો (વિ. ૧, પૃ. ૪૨૪)માં આ
વૃત્તિ સહિત છપાયાનો ઉલ્લેખ છે તે ભ્રાંત જણાય છે. ૨. મુદ્રિત આવૃત્તિમાં ચતુર્થ પ્રસ્તાવ માટે સર્વીશે ચાલુ ક્રમાંક ન આપતાં ત્રણ કટકે એ અપાયો છે એ એની
વિલક્ષણતા ગણાય. ૩. આ પ્રશસ્તિનાં પદ્યોની સંખ્યા છે. ૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૨૪)માં શ્રુતસાગરના શિષ્ય રચેલી કૃતિ તે આ જ હોવા સંભવ છે એમ કહ્યું છે.
ઇતિ.ભા.ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org