________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
P ૧૫૧
P ૧૫ર
પ્રસ્તુત કૃતિની એક હાથપોથી વિ. સં. ૧૪૬૪માં લખાયેલી મળે છે. આ કૃતિમાં ઉપદેશાત્મક અને પ્રચારાત્મક અવતરણો પુષ્કળ પ્રમાણમાં સંગ્રહાયાં છે. એને લઈને એનું નામ સાન્વર્થ ઠરે છે. કુમારપાલના જીવનવૃત્તાંતની નાનીમોટી અનેક બાબતો આ કૃતિમાં રજૂ કરાઈ છે.
કુમારપાલપ્રબન્ધ (ઉં. વિ. સં. ૧૪૬૪)–આ કોઇકની ૨૪૫૬ શ્લોક જેવડી રચના છે. એની વિ. સં. ૧૪૬૪માં લખાયેલી એક હાથપોથી મળે છે. આ પ્રબન્ધની નોંધ પત્તન.સૂચિ (ભા. ૧, પૃ. ૧૫-૧૭)માં લેવાઈ છે.
'કુમારપાલપ્રબંધ (વિ. સં. ૧૪૯૨)- આ પ્રબન્ધ સોમસુન્દરસૂરિના શિષ્ય જિનમંડનગણિએ વિ. સં. ૧૪૯૨માં રચ્યો છે. એ ગદ્યપદ્યરૂપે છે. એનું પરિમાણ ૨૪૫૬ શ્લોક જેવડું છે. પાઠય પદ્યરૂપ અવતરણોથી અલંકૃત આ કૃતિ ગુજરાતના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડે છે. એમાં વિ. સં. ૮૦૨ કે જે વર્ષમાં અણહિલપુર-પાટણની સ્થાપના થઈ ત્યારથી માંડીને વિ. સં. ૧૨૩૦ સુધીની ઘટનાઓ સંક્ષેપમાં રજૂ કરાઈ છે. એમાં સિદ્ધરાજ જયસિંહનો બંગાળના મહોબકપુર (મહોત્સવપુર)ના રાજા મદનવર્મા સાથેનો સમાગમ વર્ણવાયો છે. આ બાબત જનરલ કનિંગહામે The Ancient Geography of India જે નોંધી છે તેને આથી પુષ્ટિ મળે છે.
પ્રબોધચિન્તામણિ (વિ. સ. ૧૪૬૨)–આ જૈનકુમારસંભવના કર્તા જયશેખરસૂરિની રૂપકાત્મક રચના છે. એ સાત અધિકારમાં વિભક્ત છે.
પ્રસ્તુત કૃતિ સ્તંભનકના નરપતિની રાજધાનીમાં વિ. સં. ૧૪૬૨-માં રચાઈ છે. એના સાત અધિકારોની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :
૫૧, ૧૧૭, ૨૫૪, ૪૧૧, ૩૯૬, ૨૭૧ અને ૪૯૧. આમ આ કૃતિમાં એકંદર ૧૯૯૧ પદ્યો છે.
વિષય- પ્રથમ અધિકારમાં પરમાત્માનું સ્વરૂપ વર્ણવાયું છે. વિશેષમાં પ્રસ્તુત કૃતિનો આધાર ભગવાન પદ્મનાભના શિષ્ય ધર્મચિ દ્વારા નિરૂપાયેલું આત્મસ્વરૂપ છે એમ કહીં કહ્યું છે. બીજા અધિકારમાં ઉપર્યુક્ત પદ્મનાભ અને ધર્મરુચિનું ચરિત્ર આલેખાયું છે. ત્રીજા અધિકારમાં મોહ અને વિવેક એ નામનાં બે પાત્રની ઉત્પત્તિ અને મોહની રાજ્ય પ્રાપ્તિની હકીકત અપાઈ છે. ચોથા અધિકારમાં મોહનું રાજય, વિવેકના સંયમ સાથે લગ્ન અને એને પ્રાપ્ત થયેલું રાજ્ય એ બાબતો રજૂ કરાઇ છે. પાંચમાં અધિકારમાં કામના દિગ્વિજયની વાત નિરૂપાઈ છે. છઠ્ઠા અધિકારમાં વિવેકની વિજયાર્થે યાત્રા ૧. આ “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૧માં પ્રસિદ્ધ કરાયો છે. એનું ગુજરાતી ભાષાંતર શ્રી. મગનલાલ
ચૂનીલાલ વૈધે કર્યુ છે અને એ ગાયકવાડ સરકાર તરફથી છપાવાયું છે. મૂળ કૃતિ ઉપરથી સ્વ. મુનિશ્રી લલિતવિજયજીએ કુમારપાલચરિત્ર હિન્દીમાં તૈયાર કર્યું હતું અને એ છપાવાયું છે. [કુમારપાલ પ્રબંધ
નામે હર્ષપુષ્મા ૬૯માં પ્રસિદ્ધ થયેલ છે.] ૨. જુઓ કુમારપાલચરિત્રસંગ્રહનું હિન્દી પ્રસ્તાવનાદિ વક્તવ્ય (પૃ. ૮-૯). ૩. આ કૃતિ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં ૧૯૬૫માં [અને “આર્યરક્ષિત” પુસ્તકોદ્ધાર સંસ્થા જામનગરથી | વિ.સં. ૧૯૯૬માં પ્રકાશિત કરાઈ છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org