________________
૭૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
P ૧૨૬
વસન્તવિલાસ (લ. વિ. સં. ૧૩૦૦)- આના કર્તા “ચન્દ્ર ગચ્છના હરિભદ્રસૂરિના શિષ્ય બાલચન્દ્રસૂરિ છે. સોમેશ્વર, હરિહર વગેરે કવિઓએ એમના સમકાલીન મંત્રીશ્વર વસ્તુપાલને વસન્તપાલ' કહ્યા હતા. એ ઉપરથી આ મહાકાવ્યનું નામ વસન્તવિલાસ રખાયું હોય એમ લાગે છે. આ મહાકાવ્ય (સ. ૧)માં કર્તાએ પોતાની આત્મકથા આલેખી છે. એમાં કહ્યા મુજબ બાલચન્દ્રસૂરિ પૂર્વાવસ્થામાં સંસારીપણામાં મોઢેરાના “મોઢ' બ્રાહ્મણ હતા અને એમનું નામ મુંજાલ હતું. એમના પિતા ધરાદેવ જૈન શાસ્ત્રના જાણકાર હતા અને એમની માતાનું નામ વિદ્યુત્ (વીજળી) હતું. હરિભદ્રસૂરિનો ઉપદેશ સાંભળી એ મુંજાલે એમની પાસે દીક્ષા લીધી હતી. એ સમયે એમનું નામ “બાલચન્દ્રપડાયું હતું. એઓ રત્નશ્રી નામની ગણિનીના ધર્મપુત્ર હતા. એમણે ચૌલુક્ય રાજગુરુ પદ્માદિત્ય પાસે અભ્યાસ કર્યો હતો. “વાદી' દેવસૂરિના ગચ્છના ઉદયસૂરિએ એમને “સારસ્વત મંત્ર આપ્યો હતો. એક વાર એઓ યોગનિદ્રામાં હતા તેવામાં શારદા દેવી એમની પાસે આવી અને બોલી કે હે વત્સ ! તેં બાલ્યાવસ્થાથી સારસ્વત ધ્યાન કર્યું છે. એથી હું પ્રસન્ન થઈ છું અને જે પૂર્વે કાલિદાસ વગેરે મારી ભક્તિ કરવાથી મહાકવિ થયા છે તેમ તું પણ થઈશ. એ દેવીની કૃપાથી રચાયેલા આ મહાકાવ્યમાં બાલચન્દ્રસૂરિએ પોતાને ‘વાદેવી-પ્રતિપન્ન-સૂન' તરીકે એટલે કે સરસ્વતી દેવીના પુત્ર તરીકે ઓળખાવ્યા છે. આ સૂરિએ વિ. સં. ૧૨૭૭ની આસપાસમાં કરુણાવાયુધ નામનું નાટક રચ્યું છે. વળી એમણે
આસડ કવિકૃત ઉવએસકંદલી ઉપર તેમ જ વિવેગમંજરી ઉપર સંસ્કૃતમાં એકેક વૃત્તિ રચી છે. પહેલી P ૧૨૭ વૃત્તિમાં એમણે પોતાની ગુરુપરંપરા આપી છે.
વિષય- પ્રસ્તુત કાવ્યમાં વસ્તુપાલનો જીવનવૃત્તાંત આલેખાયો છે. એમાં ચૌદ સર્ગ છે. એની રચના વસ્તુપાલના પુત્ર જૈત્રસિંહના વિનોદાર્થે કરાઈ છે. એમાં કવિએ પ્રથમ સર્ગમાં ઉપર મુજબની આત્મકથા વર્ણવી છે. ત્યાર બાદ એમણે અણહિલવાડનું વર્ણન કર્યું છે. આ મહાકાવ્યમાં એમણે મૂલરાજથી માંડીને ભીમદેવ અને વિરધવલ સુધીના નૃપતિઓનો ઐતિહાસિક વૃત્તાન્ત રજૂ કર્યો છે. પછી એમણે વસ્તુપાલ અને એમના ભાઈ તેજ:પાલની મંત્રી તરીકેની નિમણુંક, ભરૂચના શંખ સાથે વસ્તુપાલનું યુદ્ધ અને એમાં વસ્તુપાલનો વિજય એ બાબતો આલેખી છે. ત્યાર બાદ ઋતુઓ, કેલિ, સૂર્યોદય અને ચન્દ્રોદયનાં રૂઢ વર્ણન કરી વસ્તુપાલની યાત્રાઓ વિષે એમણે ઉલ્લેખ કર્યો છે. અંતમાં આ વસ્તુપાલનાં વિવિધ સત્કૃત્યોનું ગુણોત્કીર્તન કરી એમના વિ. સં. ૧૨૯૬માં સદ્ગતિ સાથે થયેલા પાણિગ્રહણની અર્થાત્ એમના અવસાનની નોંધ લીધી છે.
રચના સમય- વિ. સં. ૧૨૯૬ સુધીની હકીકત આ મહાકાવ્યમાં અપાઈ છે. એ હિસાબે વિક્રમની તેરમી સદીના અંત ભાગની કે ચૌદમીના પ્રારંભિક ભાગની કૃતિ ગણાય. ૧. આ મહાકાવ્ય “ગા. પી. ગ્રં.” માં ઇ.સ. ૧૯૧૭માં છપાયું છે એમાં રાજશેખરસૂરિએ રચેલો “વસ્તુપાલ
પ્રબંધ” પરિશિષ્ટરૂપે અપાયો છે. ૨. સર્ગ ૧ના શ્લો. ૫૮-૭૦ મારા ગુજરાતી અનુવાદ સહિત ભ. સ્તો. પા. કા. સં. (ભા. ૨)ની પ્રસ્તાવના
(પૃ. ૩૬-૩૮)માં છપાયા છે. ૩. આ કાવ્યનો સંક્ષિપ્ત પરિચય L C V (પૃ. ૯૮-૧૦૧)માં અપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org