________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૧૨૩-૧૨૫]
:
ફરમાવે છે. શેઠ કડિયાનો, કડિયો ગણિકાનો અને ગણિકા નગ્ન દિગંબરનો વાંક કાઢે છે. એ દિગંબર કરતાં શૂળી લાંબી પડવાથી આખરે રાજાના શાલાક (? શાળા)ને શૂળીએ ચડાવાય છે.
આમ આ કથા “પુરી એક અંધેરી ને ગંડુ રાજા''થી શરૂ થતી અર્વાચીન કવિતાનું સ્મરણ
કરાવે છે.
અનુવાદ– આ કૃતિનો શ્રી. મણીલાલ ન્યાલચંદ શાહ દ્વારા નવલકથારૂપે ગુજરાતીમાં અનુવાદ
કરાયો છે.
૭૭
વિક્રમચરિત્ર (વિ.સં. ૧૪૯૦)- આ ‘પૂર્ણિમા' ગચ્છના અભયચન્દ્રસૂરિના શિષ્ય રામચન્દ્રસૂરિએ વિ.સં. ૧૪૯૦માં ડભોઇમાં રચેલું રિત્ર છે. એમની બીજી કૃતિ તે આ જ વર્ષમાં રચાયેલો પંચદંડા-તપત્રછત્રપ્રબન્ધ છે. એમનું આ વિક્રમચરિત્ર એ ૩૨ કથારૂપ છે. એની રચના ક્ષેમંકરગણિએ ગદ્યમાં રચેલી સિંહાસનન્દ્વાત્રિંશિકાને આધારે કરાયાનું ગ્રંથકાર જાતે કહે છે. આમાં પણ બત્રીસ પૂતળીની વાર્તા છે.
પંચદંડાતપત્રછત્રપ્રબન્ધ' (વિ.સં. ૧૪૯૦)– આ વિ.સં. ૧૪૯૦માં વિક્રમચરિત્ર રચનારા રામચન્દ્ર વિ. સં. ૧૪૯૦માં ૬૨૨૫૦ શ્લોક જેવડો ગદ્યપદ્યમાં ખંભાતમાં રચેલો પ્રબન્ધ છે. ’પંચદંડછત્રપ્રબન્ધ- આના કર્તા પૂર્ણચન્દ્ર (કેટલાકને મતે પુણ્યચન્દ્ર) છે. આ ૪૦૦ શ્લોક જેવડી કૃતિ છે.
સિંહાસન-દ્વાત્રિંશિકા (લ. વિ. સં. ૧૪૫૦)–આના કર્તા દેવસુન્દસૂરિના શિષ્ય ક્ષેમંકર છે. એમણે જ. મ. માં રચાયેલી સિંહાસણબત્તીસિયા ઉપરથી આ ગદ્યપદ્યાત્મક કૃતિ વિ. સં. ૧૪૫૦ની આસપાસમાં રચી છે. એ ‘‘સિંહાસનબત્રીસી’’ ગત ઘણીખરી વાર્તાઓનાં મૂળ પૂરાં પાડે છે.
સમાનનામક કૃતિઓ– આ નામની એક કૃતિ ગદ્યમાં સમયસુન્દરે રચી છે અને એની એક હાથપોથી વિ. સં. ૧૭૨૪માં લખાયેલી છે. વળી આ નામની એક અજ્ઞાતક કૃતિ પણ છે.
૧. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે ‘એક આધુનિક કવિતાનું મૂળ' આ લેખ ‘બુદ્ધિપ્રકાશ' (વ. ૧૦૧, અં. ૧)માં છપાયો છે.
૨. આ સારાંશરૂપ અનુવાદની બીજી આવૃત્તિ “શાસનસમ્રાટ વિજય-નેમિસૂરિ-જીત-વિધાનંદ પુષ્પાંક છ'' તરીકે પ્રસિદ્ધ થયેલી છે પણ એમાં પ્રકાશન વર્ષની નોંધ નથી,
૩. આનું ગુજરાતી ભાષાંતર મણિલાલ નભુભાઈએ કર્યું હતું અને એ ‘વડોદરા દેશી કેળવણી ખાતું” તરફથી વિ. સં. ૧૯૫૧માં છપાંવાયું હતું.
૪. આ પ્રબન્ધ માટે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨૪)માં કહ્યું છે કે આમાં ૫૫૦ શ્લોક છે અને એ પ્રો. વેબરના ટિપ્પણ સહિત બર્લિનથી ઇ.સ. ૧૮૭૭માં અને હીરાલાલ હંસરાજ તરફથી ઇ. સ. ૧૯૧૨માં પ્રસિદ્ધ થયેલો છે અને એમાં એની પ્રશસ્તિ નથી પણ એ B B R A S ના સૂચીપત્ર (ક્રમાંક ૧૭૪૬)માં છે. ૫. આને કેટલાક વિક્રમાદિત્યચરિત્ર તેમ જ વિક્રમપંચદંડચરિત્ર પણ કહે છે.
૬.જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૬૯)
૭. આને કેટલાક વિક્રમપંચદંડપ્રબન્ધ તેમ જ વિક્રમાદિત્ય-પંચદંડ-છત્રપ્રબન્ધ પણ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
P
www.jainelibrary.org