________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૧૦૩-૧૦૬]
ત્રીજા સર્ગમાં બાકીની ચાર પત્નીઓની કહેલી એકેક કથા અને એના રદિયારૂપે જંબુસ્વામીએ કહેલી એકેક કથા એમ 'આઠ કથાઓ અપાઈ છે. એ નીતિ-કથાઓ તરીકે મહત્ત્વની છે.
જંબુસ્વામિ પોતાની પત્નીઓ તેમ જ પ્રભવસ્વામી સાથે સુધર્મસ્વામી પાસે દીક્ષા લે છે એ વાત કહી આ સર્ગ પૂર્ણ કરાયો છે.
૬૫
ચોથા સર્ગમાં સુધર્મસ્વામી તેમ જ જંબુસ્વામીનાં નિર્વાણ અને એમની પાટે પ્રભવસ્વામીનું સ્થાપન એ બે બાબતો અપાઈ છે.
પાંચમા સર્ગમાં પ્રભવસ્વામીના પટ્ટધર શય્યભવસૂરિનો વૃત્તાંત છે. એમણે પોતાના પુત્ર મનક માટે દસવેયાલિય રચ્યુ હતું એ બાબત અહીં નિર્દેશાઈ છે. કુણિકનું રાજગૃહમાં રાજ્ય હતું એ હકીકતનો પણ અહીં ઉલ્લેખ છે.
છઠ્ઠા સર્ગમાં ભદ્રબાહુસ્વામીના ચાર શિષ્યોની અને અર્ણિકાપુત્રની આખ્યાયિકા છે. ઉદાયીનો વધ થયો તેમ જ એક હજામ અને ગણિકાનો પુત્ર નન્દ વીરસંવત્ ૬૦માં ‘પાટલીપુત્ર’નો સ્વામી બન્યો એ બે બાબત અહીં રજૂ કરાઈ છે.
સાતમા સર્ગમાં આ નન્દુ અને એના અમાત્ય કલ્પકનો વૃત્તાન્ત છે.
આઠમા સર્ગમાં બીજા સાત નન્દના અને કલ્પકના કુળના સાત અમાત્યોના નિર્દેશપૂર્વક નવમા નન્દની અને એના મુખ્ય પ્રધાન શકટાલની અને એ પ્રધાનના પુત્ર સંયમમૂર્તિ સ્થૂલભદ્રની હકીકત અપાઈ છે.
નવમા સર્ગમાં નવમા નન્દનો નાશ, ચાણક્યનું કથાનક, ચન્દ્રગુપ્તનો રાજ્યાભિષેક અને એમણે કરેલો જૈન ધર્મનો સ્વીકાર અને કુણાલે પોતાના પિતા અશોકને મળી સંપ્રતિ માટે રાજપાટ મેળવ્યું એ એમ વિવિધ બાબતો અહીં આલેખાઈ છે. આ ઉપરાંત સંપ્રતિના સમયમાં પડેલો ભયંકર દુકાળ અને આગમોના પઠનપાઠનમાં વિચ્છેદ, ચૌદ પુર્વી (પૂર્વ) રૂપ મહત્ત્વપૂર્ણ અને વિશાળ વિભાગથી વિભૂષિત દિટ્ટિવાયનો ભદ્રબાહુસ્વામી પાસે સ્થૂલભદ્રે કરેલો અભ્યાસ એ બાબતો વર્ણવાઈ છે.
દસમા સર્ગમાં સ્થૂલભદ્રની જીવનકથાના અવશિષ્ટ અંશોની હકીકત અપાઈ છે.
અગિયારમાં સર્ગમાં ‘જિનકલ્પી' તરીકે આર્ય મહાગિરિનું જીવન આલેખાયું છે. વળી અહીં અવન્તીસુકુમાલનું વૃત્તાન્ત અપાયું છે.
૧. આમાંની એક કથા ‘મા-સાહસ' પક્ષીની કથા છે, આને અંગેનો મારો લેખ નામે ‘મા-સાહસ પક્ષી'' ‘‘ભારતી’’ના વિ.સં. ૨૦૦૫ના વાર્ષિકમાં છપાયો છે. આ પક્ષીને લગતી કેટલીક હકીકત મેં ઉપદેશરત્નાકરની મારી ‘‘ભૂમિકા'' (પૃ. ૨૫-૨૭)માં આપી છે. વિશેષમાં “The Jaina Records about Birds” નામના મારા અંગ્રેજી લેખ (પૃ. ૮૩)માં મેં આ પક્ષી વિષે નોંધ લીધી છે. આ લેખ “ABORI’” (Vols. XLIII & XLV)માં બે કટકે છપાયો છે.
૨. એઓ ચતુર્દશપૂર્વધર કેવી રીતે બન્યા એ હકીકત મેં “મુનિરત્ન શ્રી-સ્થૂલભદ્રના જીવનનો એક પ્રસંગ’ એ નામના મારા લેખમાં આલેખી છે. આ લેખ ‘જૈ. ધ. પ્ર.” (પુ. ૫૫, અં. ૪)માં છપાયો છે. એમાં એ સ્થૂલભદ્રનો જીવનવૃત્તાન્ત રજૂ કરનારી સાત કૃતિઓની નોંધ લીધી છે. એમાં કુમારવાલપડિબોહ (પ્રસ્તાવના) ઉમેરવી ઘટે.
૩. એમનાં હાડકાં ઉપર ‘મહાકાલ'નું મંદિર રચાયાની જૈન પરંપરા છે.
૫
Jain Education International
For Personal & Private Use Only
ઇતિ.ભા.૨.
P ૧૦૬
www.jalnelibrary.org