________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
‘મહાકાવ્ય’ એવા ઉલ્લેખપૂર્વક પ્રત્યેક સર્ગના અંતની પુષ્પિકામાં નજરે પડે છે. વળી એ સ. ૧, શ્લો. ૬ ઉપરથી તારવી શકાય તેમ પણ છે.
P ૧૦૫
૬૪
આ મહાકાવ્ય તે૨ સર્ગમાં વિભક્ત છે. એનાં પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :– ૪૭૪, ૭૪૫, ૨૯૨, ૬૧, ૧૦૭, ૨૫૨, ૧૩૮, ૪૬૯, ૧૧૩, ૪૦, ૧૭૮, ૩૦૮અને ૨૦૩. આમ આ મહાકાવ્યમાં ૩૩૪૦ પદ્યો છે.
વિષય–આ કૃતિ સુધર્મસ્વામીના શિષ્ય અને અંતિમ કેવલી જંબૂસ્વામીથી માંડીને વજસ્વામી સુધીના મુનિવરોની જીવનઝરમર રજૂ કરાઈ છે. એમાં પ્રસંગોપાત્ત જે કથાનકો વગેરે અપાયાં છે તે પૈકી ઘણાંખરાંનાં મૂળ પ્રો. યાકોબીએ એમની પ્રસ્તાવના (પૃ. ૮ ઇ.)માં કોષ્ઠક દ્વારા દર્શાવ્યા છે. P. ૧૦૪ વસુદેવહિંડી તેમ જ આવસ્ટયની નિજ્જુત્તિથી માંડીને એના ઉપરની હારિભદ્રીય ટીકા સુધીમાં જે આ જાતનું સાહિત્ય રચાયું હતું તેનો ઉપયોગ ‘કલિ.હેમચન્દ્રસૂરિએ કર્યો છે અને એને પોતાની પ્રતિભા વડે કાવ્યમય મધુરુ સ્વરૂપ આપ્યું છે.’
પ્રથમ સર્ગનો પ્રારંભ ચાર મંગલ-શ્લોકોથી કરાયો છે. એમાંના પહેલા બે સકલાર્હમાં જોવાય છે. પ્રસન્નચન્દ્ર રાજર્ષિ અને વલ્કલચીરિની કથા અને જંબુસ્વામીનો પૂર્વ ભવ અહીં આલેખાયાં છે. આ પૈકી વલ્કલચીરિની કથા તો રામાયણના ઋષભશૃંગ સાથે આબેહૂબ મળતી આવે છે.
બીજા સર્ગમાં 'જંબુસ્વામીના જન્મની અને આઠ કન્યા સાથેનાં એમનાં લગ્નની તથા લગ્નવિધિની વાત છે. વિશેષમાં લગ્ન થયા પછી તરત જ પ્રભવ ચોર ચોરી કરવા આવતાં એને ઉદ્દેશીને જંબૂસ્વામીએ કહેલાં (૧) મધુબિન્દુના દૃષ્ટાન્તને, (૨) “લૈઅઢાર નાતરાં'' તરીકે સુપ્રસિદ્ધ કુબેરદત્ત અને કુબેરદત્તાની કથાને અને (૩) મહેશ્વરદત્તની કથાને અહીં સ્થાન અપાયું છે. એ ઉપરાંત જંબુસ્વામીની ચાર પત્નીઓ એકેક કથા કહે છે અને એના પ્રત્યુત્તરરૂપે જંબુસ્વામી પણ એકેક કથા કહે છે. એમ નીચે મુજબની આઠ કથાઓ અહીં આલેખાઈ છે :–
(૧) કાચો પાક કાપનાર ખેડૂત, *(૨) મરેલો હાથી અને કાગડો, (૩) વાંદરો અને વાંદરી, (૪) અંગારકારક (કોલસાવાળો), (૫) નૂપુરપંડિતા (ઝાંઝરવાળી સ્ત્રી) અને ઘરડું શિયાળ, (૬) કામાતુર વિદ્યુન્ગાલી, (૭) શંખ ફૂંકનાર તેમ જ (૮) શિલાજીત અને વાંદરો.
૧. એમનું જે ચરિત્ર અહીં પરિશિષ્ટ-પર્વમાં અપાયું છે તેના છાયાનુવાદની ગરજ સારે એવી એક કૃતિ ‘ન્યાયાચાર્ય' યશોવિજયગણિએ ગુજરાતીમાં રચી છે. એનું નામ જંબૂસ્વામીનો રાસ છે. આ રાસનો પરિચય મેં યશોદોહન (પૃ. ૧૦૭-૧૧૨)માં આપ્યો છે. [જયશેખરસૂરિકૃત જંબૂચ અને ભાષાંતર ‘‘આર્યજય કલ્યાણકેન્દ્ર” મુંબઇથી પ્રસિદ્ધ થયા છે.]
૨. આ દૃષ્ટાન્તરૂપ કથા એક યા બીજા સ્વરૂપે દેશવિદેશની ભાષામાં ઊતરી છે અને આમ એને દુનિયાભરના સાહિત્યમાં સ્થાન મળ્યું છે. આ સંબધમાં જુઓ ‘જૈ. સ. પ્ર.” (વ. ૧૩, અં. ૫)માં પ્રસિદ્ધ થયેલો મારો લેખ નામે “મધુબિન્દુના દૃષ્ટાન્તનું પર્યાલોચન'.
૩. આને અંગેનો મારો લેખ નામે ‘અઢાર નાતરાંનો અધિકાર યાને કુબેરદત્ત અને કુબેરદત્તાની કથની’’ ‘આ.
પ્ર.” (પુ. ૫૧ અં. ૨ અને ૩) માં છપાયો છે.
૪. બેકી અંકવાળીકથાઓ જંબુસ્વામીએ કહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org