________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : પ્રિ. આ. ૬૩-૬૬]
૪૧
પાંચમાં પર્વના શ્લો. ૪૨-૪૫ હરિભદ્રસૂરિકૃત પદર્શનસમુચ્ચયમાંના બૌદ્ધ દર્શનને અંગેના ‘વિજ્ઞાન' થી શરૂ થતા ચાર શ્લોકો સાથે લગભગ મળતા આવે છે.
બારમા પર્વના શ્લો. ૨૧૯-૨૫૪ પ્રહેલિકા (અંતર્લીપિકા), એકાલાપક, ક્રિયાગોપિત, ગૂઢક્રિયા, સ્પષ્ટાધક, સમાનોપમા (શ્લેષોપમા), ગૂઢચતુર્થક, નિરીક્ય, બિન્દુમ તેમ જ બિન્દુચુત, માત્રાટ્યુત, વ્યંજનચુત, અક્ષરટ્યુત, ચલરટ્યુત ઇત્યાદિ, વિવિધ પ્રકારના પ્રશ્નોત્તરો, ગોમૂત્રિકા અને અર્ધભ્રમનાં ઉદાહરણો પૂરાં પાડે છે.'
સોળમાં પર્વના શ્લો. ૪૭-૬૬માં યષ્ટિના પાંચ પ્રકારો અને હારના ૧૧ પ્રકારો તેમજ એ બંનેના કેટલાક ઉપપ્રકારો સમજાવાયા છે. એ નગરરચનાને અંગેની પુસ્તિકાની ગરજ સારે છે.
પર્વ ૨૩, શ્લો. ૬૯માં દિવ્ય ધ્વનિ ઋષભદેવના મુખમાંથી નીકળ્યાનો ઉલ્લેખ છે. શ્લો. ૭૩માં કહ્યું છે કે એ ધ્વનિ દેવકૃત નથી પરંતુ અક્ષરાત્મક જ છે.
પર્વ ૨૫ના શ્લો. ૧૦૦-૨૧૭માં દસ શતમાં વિભક્ત જિનસહસ્ત્રનામસ્તોત્ર છે. એનો P ૬૬ પ્રારંભ “શ્રીમાનું વયપૂવૃષભ” થી થાય છે અને એની પૂર્ણાહૂતિ “ધર્મસામ્રાજ્યનાયે?” થી કરાઈ છે. એના પછીનાં નવ પદ્યો આ સ્તોત્રના મહિમા વગેરેને અંગેનાં છે.
પર્વ ૨૮ના શ્લો. ૬૮-૧૦૨માં તેમ જ શ્લો. ૧૬૯-૨૦૨માં પણ સમુદ્રનું વર્ણન છે. પર્વ ૨૯ના શ્લો. ૧૫-૬૪માં કૈલાસ પર્વતનું વર્ણન છે. પર્વ ૪૦માં સોળ સંસ્કારની સમજણ અપાઈ છે અને હવનને યોગ્ય મંત્રોનો ઉલ્લેખ છે. આદિપુરાણમાં કહ્યું છે કે ધનની બાબતમાં પુત્રીનો પુત્રના જેટલો જ અધિકાર છે.
મિથ્યાત્વનો ત્યાગ કરી સંસ્કાર-જન્મ લીધો હોવાથી હું ‘દેવ-દ્વિજ” છું એવો ઉલ્લેખ આ પુરાણમાં કરાયો છે.
ભ. પાર્શ્વનાથે દીક્ષા લીધી પછી પ્રતિમા યોગ ધારણ કર્યો. એ સમયે પૂર્વ ભવના વૈરી કમઠના જીવ શંબર નામના દેવે એમને કષ્ટ પહોંચાડ્યું હતું એમ અહીં કહ્યું છે. ૧. આ સંબંધમાં જુઓ ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા (કંડિકા ૨૮૦.) ૨. આ સ્તોત્ર આશાવરકૃત જિનસહસ્ત્રનામસ્તોત્ર તેમ જ પં. બનારસીદાસે રચેલા ભાષાસહસ્રનામસ્તોત્ર સહિત “જૈન ગ્રંથરત્ન કાર્યાલય” તરફથી ઈ. સ. ૧૯૨૯માં અને શ્રી મૂલચંદ કિસનદાસ કાપડીઆ તરફથી
ઇ.સ. ૧૯૫૨માં સુરતથી પ્રકાશિત થયેલું છે. ૩. આ શ્લોકો વિવિધ વૃત્તમાં રચાયા છે. ૪. શ્રીહર્ષે અર્ણવવર્ણન રચ્યાનું કેટલાક કહે છે. રાવણવદ વાને સેબિન્ધમાં તથા ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા (કંડિકા ૨૭૮)માં તેમજ લૉર્ડ બાયરનકૃત Childe Harold's Pilgrimage માંની The Ocean' નામની કવિતામાં સમુદ્રનાં વર્ણન છે. Seasonnets નામનો સોનેટોનો સંગ્રહ પણ આ સંબંધમાં જોવો ઘટે. ૫. મુદ્રિત પુસ્તકમાં આ મંત્રો ચૂર્ણિ' એવા ઉલ્લેખપૂર્વક અપાયા છે.
ઇતિ.ભા.૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org