________________
૪૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૦
પ્રણેતા શિવાર્ય તે જ આ હશે એમ મનાય છે. કેટલાક એમને સમન્તભદ્રના શિષ્ય ગણે છે પણ એ વિચારણીય જણાય છે.'
જટાચાર્ય – એમનો અહીં એવો પરિચય અપાયો છે કે એમની જટારૂપ પ્રબળ વૃત્તિઓ કાવ્યના અનુચિન્તનમાં એવી શોભે છે કે જાણે એ કાવ્યને અર્થ દર્શાવે છે. એઓ વરાંગચરિતના કર્તા હશે.
કાણભિક્ષુનો ગ્રન્થ-આ કાણભિક્ષુનો કથાલંકારાત્મક ગ્રન્થના કર્તા તરીકે અહીં ઉલ્લેખ છે. સાથે સાથે અહીં એમ પણ કહ્યું છે કે ધર્મસૂત્રનું અનુકરણ કરનારી એમની વાણીરૂપ નિર્દોષ અને મનોહર મણિઓ વડે પુરાણસંઘ સુશોભિત બન્યો છે. આ ઉપરથી એમણે કોઈ કથાનો ગ્રન્થ રચ્યો હોવો જોઈએ. એ કદાચ પુરાણ' પણ હોય.
દેવ-દેવથી જૈનેન્દ્ર વ્યાકરણ વગેરે રચનારા દેવનદિ સમજવાના છે. અકલંક – એઓ લઘીયત્રય વગેરેના પ્રણેતા છે.' પાત્રકેસરી – એઓ ત્રિલક્ષણ–કદર્શન વગેરેના પ્રણેતા છે.” શ્રીપાલ – એઓ વીરસેનના શિષ્ય હશે. જયધવલાનું સંપાદન કરનાર એઓ હોવાનું મનાય છે.
વાદિસિંહ – પુષ્પસેનના શિષ્ય વાદીભસિંહ તે જ શું આ છે ? જો એમ જ હોય તો સ્યાદ્વાદસિદ્ધિના પ્રણેતા તેમ જ એક ગદ્યાત્મક અને એક પદ્યાત્મક કાવ્યના રચનારા એઓ ગણાય.
વીરસેન – એઓ આ આદિપુરાણ રચનારા જિનસેનના ગુરુ થાય છે. એમણે પછખંડાગમના પાંચ ખંડ ઉપર ધવલા નામની ટીકા રચી છે. એનો અહીં “ધવલ” તરીકે ઉલ્લેખ છે.
જયસેન– હરિવંશપુરાણ ( )માં સો વર્ષ જીવનારા મિતસેનના ગુરુ જયસેનનો ઉલ્લેખ છે એટલું જ નહિ પણ એમને કર્મપ્રકૃતિરૂપ આગમના ધારક અને સુપ્રસિદ્ધ વૈયાકરણ કહ્યા છે. એમણે કોઈ કર્મસિદ્ધાન્તના નિરૂપણરૂપે ગ્રન્થ રચ્યો હોય તો ના નહિ. શું આ જયસેન અત્રે પ્રસ્તુત છે ?
કવિ પરમેશ્વર- એઓ વાગર્થસંગ્રહના પ્રણેતા છે.
પ્રથમ પર્વના શ્લો. ૧૧૫માં ગુણાત્ર અને એમની બૃહત્કથાનો ઉલ્લેખ છે. ૧. જૈ. સા. ઈ. (પૃ. ૨૬)માં કહ્યું છે કે આ હકીકત બરાબર નથી કેમકે સમન્તભદ્રની પછી એમની સ્તુતિ
ન કરતાં વચમાં શ્રીદત્ત, યશોભદ્ર અને પ્રભાચન્દ્રની સ્તુતિ કરાઈ છે. ૨. આનો પરિચય આગળ ઉપર અપાયો છે. ૩. એમનો વિશેષ પરિચય આગળ ઉપર અપાયો છે. ૪. વિશેષ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૨). ૫-૬. આ બંનેનો પરિચય મેં “છખંડાગમ અને કસાયપાહુડ તેમ જ એ પ્રત્યેકનું વિવરણાત્મક સાહિત્યમાં નામના મારા લેખમાં આપ્યો છે. આ લેખ “દિગમ્બર જૈન” (વ. ૪૪, અં. ૮ ને ૯)માં બે કટકે પ્રસિદ્ધ કરાયો છે. વિશેષ માટે જુઓ મારું પુસ્તક નામે કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય (પૃ. ૧૨૯-૧૩૯ અને પૃ. ૧૪૧–૧પ૨).
P. ૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org