________________
સંપાદકીય નિવેદન
T પ્રસિદ્ધ થનારા ગ્રંથો વિષે 330 ટિ. ૪.
U અપ્રગટગ્રંથ વિષે, તેની હસ્તલિખિત પ્રતિઓ વિષે વિગતઃ 108, 143, 164, 165, 336, 333
V નૂતનગ્રન્થસર્જન વિષેઃ 5 ટિ. ૨, 88 ટિ. ૧.
W અનુવાદ વિવેચન અપ્રગટ હોય તે વિગત 87 પં. ૧૦
લેખક શ્રી હીરાલાલ રસીકલાલ કાપડિયાનો પરિચય પ્રથમ ભાગમાં આપ્યો છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવો.
[9]
1
પરિશિષ્ટો :– પ્રથમ ભાગની જેમ જ આ બીજા ભાગમાં પણ ત્રણ પરિશિષ્ટો આપવામાં આવ્યા છે.
પ્રથમ પરિશિષ્ટમાં ગ્રંથકારોની અકારાદિસૂચી અપાઈ છે. પ્રથમ શ્વેતાંબર તથા યાપનીય, પછી દિગંબર અને પછી અજૈન ગ્રંથકારોની સૂચી છે. વાચકોની સરળતા માટે જરૂર જણાઈ ત્યાં ગ્રંથકારના ગચ્છ વગેરેની વિગત કૌંસમાં આપી છે. બીજા પરિશિષ્ટમાં એ જ રીતે ગ્રન્થોની અકારાદિ સૂચી દ્વારા શ્વેતાંબર-યાપનીય, દિગંબર અને અજૈન ગ્રંથોની નોંધ છે.
ગ્રન્થની ટીકા વગેરેના નામોની વિગત તે તે ગ્રંથના નામની સાથે જ અપાઈ છે. જરૂર પડી ત્યાં ટીકાકારના નામ ગ્રંથકારના નામ કૌંસ ( ) માં અપાયા છે.
ત્રીજા પરિશિષ્ટમાં પ્રકાશકસંસ્થા વગેરે વિવિધ નામોની અકારાદિ સૂચી અપાઈ છે. પ્રસ્તુત નવા સંસ્કરણમાં જે જે ગ્રંથ, ગ્રંથકાર, પ્રકાશક આદિ વિગતો જોડવામાં આવી છે તે તે નામોને અકારાદિ સૂચીમાં યોગ્ય સ્થળે ઉમેરી દેવામાં આવ્યા છે.
પ્રથમ સંસ્કરણમાં ‘પૂરવણી'માં આપેલી વિગતો અને ભાગ-૩ માં અપાયેલી ‘શુદ્ધિવૃદ્ધિપત્રક'ની વિગત તે તે સ્થળે જોડી દીધી છે.
Jain Education International
ઋણ સ્વીકાર :
પરમકૃપાળુ પરમાત્મા અને યુગહમહર્ષિ પૂ. આ. ભ. શ્રી. ભદ્રસૂરીશ્વરજી મહારાજા અને સંઘ એકતાશિલ્પી પૂ. આ. ભ. શ્રી ૐૐકારસૂરીશ્વરજી મહારાજા આદિની અસીમ કૃપા અને પ્રશાન્તમૂર્તિ પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરિ મ. સા., વાત્સલ્યમૂર્તિ પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ. સા. પૂજ્ય ગુરુદેવ મુનિરાજશ્રી જિનચન્દ્રવિજયજી મ. સા. આદિના મંગલ આશીષના પ્રતાપે જ આ સંપાદન કાર્ય શક્ય બન્યું છે. દેવ-ગુરુના ચરણે અનંત
અનંત વંદના.
For Personal & Private Use Only
www.jainelibrary.org