________________
૩૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૦
P ૫૪
એ આ પદ્મપુરાણથી પ્રાચીન જ છે એમ કહેવા માટે કોઈ આધાર જણાતો નથી. જટાસિંહનંદિકૃત વરાંગ-ચરિત વિ. સં. ૭૫૦ની આસપાસમાં રચાયું હોય એમ લાગે છે. તેમ છતાં જો એ વિ. સં. ૭૩૪ની પહેલાનું ઠરે તો એ પ્રથમ ગણાય.
પ્રશંસા – દાક્ષિણ્યચિહ્નસૂરિએ ઉર્ફે ઉદ્યોતનસૂરિએ વિ. સં. ૮૩૫માં જ. મ. માં રચેલી કુવલયમાલામાં અને “પુત્રાટ’ સંઘના દિ. જિનસેનસૂરિએ વિ. સં. ૮૪૦માં રચેલા હરિવંશપુરાણમાં આ પુરાણની પ્રશંસા કરી છે.
ટિપ્પન–આ ટિપ્પન શ્રીચન્દ્રસૂરિએ વિ. સં. ૧૮૮૭માં રચ્યું છે.
સમાનનામક પુરાણો–પદ્મપુરાણ એ નામની બીજી પણ કૃતિઓ છે. એના કર્તાનાં નામ નીચે મુજબ છે :
ચન્દ્રકીર્તિ, ચન્દ્રસાગર, જિનદાસ, ધર્મકીર્તિ, શ્રીચન્દ્ર અને સોમસેન. [પદ્મનાભ, પ્રભાચન્દ્ર, અથવા શ્રીચન્દ્ર, શુભવર્ધન. શુભવર્ધનત પઘમહાકાવ્ય હીરાલાલ હંસરાજ દ્વારા ઈ.સ. ૧૯૧૭માં પ્રસિદ્ધ થયેલ છે.]
આ પૈકી જિનદાસ એ સકલકીર્તિના શિષ્ય થાય છે. એમના આ પુરાણને રામદેવપુરાણ પણ કહે છે અને એઓ રવિષેણને અનુસરે છે. મહાપુરાણ (ભા. ૧)ની હિંદી પ્રસ્તાવના (પૃ. ૨૦-૨૧)માં પુરાણોની જે સૂચી છે તેમાં બ્રહ્મ જિનદાસને પદ્મપુરાણના કર્તા કહ્યા છે અને એમનો સમય વિક્રમની પંદરમી–સોળમી સદી હોવાનો ઉલ્લેખ છે. ધર્મકીર્તિકૃત પદ્મપુરાણ વિ. સં. ૧૬૫૬માં રચાયાનું અહીં કહ્યું છે. ચન્દ્રકીર્તિનો સમય સત્તરમી સદી દર્શાવાયો છે.
વાગર્થસંગ્રહ-પુરાણ (લ. વિ. સં. ૭૭૦)- આના કર્તા કવિ પરમેશ્વર ઉર્ફે પરમેષ્ઠી છે. જિનસેન પહેલાએ આદિપુરાણ (શ્લો. ૬૦)માં એમને વિષે તેમ જ એમના આ પુરાણ વિષે ઉલ્લેખ કર્યો છે એટલે આ પુરાણ વિક્રમની નવમી સદીની પૂર્વનું ગણાય. આ પુરાણ ગદ્ય-પદ્યમાં છે. કેટલાક એને “ચંપૂ' તરીકે ઓળખાવે છે.
અવર્ધમાન-પુરાણ (લ. વિ. સં. ૭૭૫)- જિનસેન બીજાએ રચેલા હરિવંશપુરાણના શ્લો., ૪૧માં કોઈકે રચેલા વર્ધમાન–પુરાણનો ઉલ્લેખ છે. શું આ પુરાણ સંસ્કૃતમાં છે અને એ પદ્મપુરાણ કરતાં પહેલું રચાયું છે ? વળી આ વર્ધમાન-પુરાણની કોઈ હાથપોથી મળે છે ખરી ?
૧. આ કર્ણાટકનું પ્રાચીન નામ છે એમ મનાય છે. ૨. જુઓ “અનેકાંત (વ. ૨, પૃ. ૫૮). ૩. આ નામનો પ્રારંભિક અંશ રઘુવંશ (સ. ૧)ના નિમ્નલિખિત પદ્યનું સ્મરણ કરાવે છે :
"वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये । जगतः पितरौ वन्दे पार्वती-परमेश्वरौ ।।१॥"
પાર્વતી–પરમેશ્વરી' તેમજ ‘પાર્વતીપ-રમેસ્વરી' એમ બે રીતે અર્થ કરાય છે. ૪. મહાવીરપુરાણ નામની કૃતિઓ આગળ ઉપર નોંધાઈ છે. જુઓ પૃ. ૬૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org