________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો (આ) બૃહત્ પદ્યાત્મક કાવ્યો : પુરાણો
વૈદિક હિંદુઓના સાહિત્યમાં ૧૮ પુરાણો અને કેટલાંક ઉપપુરાણો ગણાવાય છે. જૈનોએ– ખાસ કરીને દિગંબરોએ પણ મહાપુરુષોનાં જીવનચરિત્રને લક્ષીને કેટલાંક પુરાણ રચ્યાં છે. આનો હવે આપણે ક્રમશઃ વિચાર કરીશું.
પદ્મપુરાણ યાને પદ્મચરિત્ર (વિ. સં. ૭૩૪)– ‘પદ્મ’ એ `રામચન્દ્રનું એક નામ છે. એમનું ચરિત્ર આ પુરાણમાં સાત અધિકારમાં ૧૨૩ પર્વોમાં લગભગ ૧૮૦૦૦ શ્લોકોમાં દિ. રવિષેણે વીરસંવત્ ૧૨૦૪માં અર્થાત્ વિ. સં. ૭૩૪માં આલેખ્યું છે. આ રવિષેણ લક્ષ્મણસેનના શિષ્ય અને અર્હન્મુનિના પ્રશિષ્ય થાય છે. આ પુરાણ માટે એમણે વી૨સંવત્ ૫૩૦ માં વિમલસૂરિએ જ. મ. માં રચેલા પઉમચરિયનો પુષ્કળ ઉપયોગ કર્યો છે. કેટલાંય યે સ્થળોમાં તો કેવળ છાયાનુવાદ જણાય છે. કોઈ કોઈ સ્થળે એમણે વર્ણનો–પ્રસંગો પલ્લવિત કર્યાં છે. રવિષેણે તો એમ કહ્યું છે કે ઇન્દ્રભૂતિના શિષ્ય કીર્તિના શિષ્ય અનુત્તરવાગ્મિન દ્વારા રચાયેલા આ જાતના ગ્રંથની હાથપોથી ઉપરથી આ પુરાણ મેં રચ્યું છે. ગમે તેમ પણ જેમ પઉમચરિય એ ઉપલબ્ધ જૈન પાઇય કથાસાહિત્યનો જ. મ. માં રચાયેલો આદ્ય ગ્રંથ છે તેમ જૈનોના ઉપલબ્ધ સંસ્કૃત કથાસાહિત્યનો આદ્યગ્રંથ તે આ રવિષેણનું પદ્મપુરાણ છે. હરિવંશપુરાણ (શ્લો. ૪૧)માં નિર્દેશાયેલું વર્ધમાન–પુરાણ સંસ્કૃતમાં હોય તો પણ ૧–૨. આનાં નામ પં. ફૂલચંદ્ર શાસ્ત્રીએ જૈન પુરાણ સાહિત્ય' નામના હિંદી લેખમાં આપ્યાં છે. આ લેખ ‘‘શ્રમણ’” (સાહિત્ય-અંક, પ્રથમ ભાગ, મે-જૂન, ઈ. સ. ૧૯૫૩)માં છપાયો છે.
૩. આ ‘‘મા. દિ. ગ્રં.’’માં ગ્રંથાંક ૨૯-૩૧ તરીકે વિ. સં. ૧૯૮૫માં એક જ વર્ષમાં છપાયુ છે. આમ આ પુરાણ ત્રણ ખંડમાં વિભક્ત કરાર્યું છે પહેલામાં ૧-૨૫ પર્વ, બીજામાં ૨૬-૬૫ અને ત્રીજામાં ૬૬૧૨૩ છે. આ પુરાણનો હિંદીમાં અનુવાદ છપાયેલો છે. આ પુરાણને અંગે પં. નાથૂરામ પ્રેમીનો “પદ્મવરિત્ર સૌર પડમરિય'' નામનો લેખ જૈ. સા. ઈ. (પૃ. ૨૭૨-૨૯૨)માં છપાયો છે. [હિન્દી અનુવાદ સાથે ‘‘ભારતીયજ્ઞાનપીઠ' વારાણસીથી સ. ૧૯૫૮-૯માં પ્રસિદ્ધ થયેલ છે.]
૪. એમના ચરિત્રને અંગે વિવિધ સામગ્રી સુરેખ રીતે રજૂ કરનારું પુસ્તક તે રેવદંડ ફાદર કામિલ બુલ્કે દ્વારા હિંદીમાં રચાયેલી અને ‘‘હિંદી પરિષદ વિશ્વવિદ્યાલય' તરફથી પ્રયાગથી ઈ. સ. ૧૯૫૦માં પ્રકાશિત થયેલી ‘રામથા (ઉત્પતિ ગૌર વિાસ)'' છે.
૫. એમના ગુરુનું નામ દિવાકરમતિ છે અને પ્રગરુનું નામ ઇન્દ્ર છે.
૬ અંજના અને પવનંજયના સમાગમના પ્રસંગને પલ્લવિત કરવા જતાં એઓ અશ્લીલતાને કિનારે પહોંચી ગયા છે.
૭. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૩૩).
૮. ‘‘જૈ. સિ. ભા.’’ (ભા. ૧૯, કિ. ૨) માં એવો ઉલ્લેખ છે કે રવિષેણે શુક્લ લેશ્યાને નિમ્નલિખિત પંક્તિમાં ‘ત્રિશૂલ’ કહી છે " शुक्ललेश्यात्रिशूलेन मोहनीयरिपुर्हतः "
-
૯. આના ૧૭મા પર્વ (શ્લો. ૩૬૪–૩૭૬)માં હનુમાનની જન્મકુંડળીને અંગેની સામગ્રી છે.
૩
Jain Education International
For Personal & Private Use Only
ઇતિ.ભા.૨.
P પર
P ૫૩
www.jainelibrary.org