________________
ઓગણીશમ ગુણ. कुमरो वि जिणं थुणिउं, निग्गंतूणं जिणिंद भवणाओ, पक्षणेइ मित्त एयं, रयणं इत्यो वगोवेहि. १४१ गुरूए कहिंचि कज्जे, उवजुज्जिहिई इमं महारयणं, गेहे नीयं एमेव, जाइही पुण अणायरओ. १४२ जं आणवेइ कुमर त्ति, भणिय तत्थेव गुविलदेसंमि, सो गोवइ तं रयणं, अह पत्ता दोवि सगिहेसु. १४३ बहुली वसओ पविसिय, बुद्धी चिंतेइ सामदेवसुओ, वंचित्तु विमलकुमरं, रयणं पत्तो त मुद्देसं. १४४ तत्तो उक्खणि तं, तत्थु वलं वत्थवेढियं खिविउं, अन्नत्थ निहिय रयणं, गिहपत्तो चिंतइ निसाए. १४५ नहु साहू मए विहियं, जं रयणं नाणियं तयं गेहे, गिहिहिइ कोवि अन्नो, केणवि दिठं धुवं होही. १४६
હવે વિમળ કુમાર પણ જિનને સ્તવી જિનમંદિરથી બાહર નીકળે, અને મિત્રને કહેવા લાગ્યું કે, આ રત્ન તું ઈહાં સાચવી રાખ. ૧૪૧
કેમકે આ મહારત્ન કેઈ પણ મેટા કામમાં ખપ લાગશે, અને તે આદરથી સાચવ્યા વગર ઘરે લઈ જતાં એમજ જતું રહેશે. ૧૪૨
તમે જે ફરમાવે તે કબૂલ છે, એમ કહી તે મિત્રે ત્યાંજ ગુપ્ત પ્રદેશમાં તે રત્ન દાટયું, બાદ તે બે જણ પોતપોતાના ઘરે આવ્યા. ૧૪૩
બાદ કપટના વશથી બુદ્ધિભ્રષ્ટ થએલે તે સામદેવને પુત્ર ચિંતવવા લાગ્યું કે, વિમળ કુમારને ઠગીને એ રત્ન (મારે) લઈ લેવું, તેથી તે પાછો ત્યાં આવ્યું. ૧૪૪
ત્યાં તેણે બદીને તે રત્ન કાઢી લઈ તેના ઠેકાણે વસ્ત્રમાં વીંટાળેલ પત્થર દાટયે, અને તે રત્ન બીજા સ્થળે દાટયું, પછી ઘરે આવી રાતે ફરી વિચારવા લાગ્યું કે, મેં તે રત્ન ઘરે આપ્યું નહિ એ ઠીક ન કર્યું, કેમકે કેઈએ પણ તે જોયું હશે તે તે લઈ જશે. ૧૪૫-૧૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org