________________
ઓગણીશમે ગુણ.
૪૭૭
तह रयण सेहरस्सवि, रइकंता नामियाइ दइयाए, जाया एसा किर चूथ, मंजरी वल्लहा धूया. २७ सव्वेहि वि बालते, सह पंसुक्कीलिएहि अम्हहिं, गहियाउ नियकुलक्कम, समागयाओ य विजाओ. २८ चंदण भिहाण नियमित्त, सिद्धपुत्तस्स संगमवसेण, जाओ मह माउलओ, अच्चंत जइण धम्मरओ. २९ तेणं महासएणं, जणणी जणगो य मज्झ अहयं च, कहिऊणं जिणधम्म, गिहिधम्म धुरंधरा विहिया. ३० निद्दिठो हं अह चंदणेणं पासित्तु लक्खणं किंपि, विज्जाचक्की होही, एसो खलु दारगो अइरा. ३१ तो विमलो मित्तेणं वुत्तो, संवयइ तुज्झ तं वयणं,
सो भणइ न मे वयणं, किंतु इमं आगमुद्दिठं. ३२
તેમજ રત્નશેખરને પણ તેની રતિકાંતા નામની સ્ત્રીથી આ માનતી ચૂતમંજરી નામે પુત્રી થઈ છે. ૨૭
અમે બધાએ નાનપણમાં સાથે ધૂળમાં રમીને પિતાના કુળક્રમમાં આવેલી વિદ્યાઓ ગ્રહણ કરી છે. ૨૮
હવે મારો મામો તેના મિત્ર ચંદન નામના સિદ્ધ પુત્રની સબતના યોગે કરીને જૈન ધર્મમાં અત્યંત આસક્ત થયો. ૨૯
તે મહાશયે મારા માબાપને તથા મને જિન ધર્મ કહી સંભળાવીને શ્રાવક ધર્મના ધુરંધર બનાવ્યા છે. ૩૦
હવે તે ચંદનસિદ્ધ પુત્રે મારૂ કંઈક ચિન્હ જોઈને મને કહ્યું કે, આ બાળક થોડા વખતમાં વિદ્યાધરોનો ચક્રવર્તી થશે. ૩૧
આ સાંભળીને વિમળ કુમારને તેનો મિત્ર કહેવા લાગ્યો કે, તારૂ વચન મળતું આવે છે. ત્યારે વિમળ બોલ્યો કે, એ કંઈ મારૂં વચન નથી, પણ આગમ ભાષિત છે. ૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org