________________
૨૬૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
તેને સકળ સુખ આપનાર ધર્મ લાભ આપ્યો. ૧૦૭
तं दठु पगइउवसंत, कंतरुवं पसन्न मुहवयणं, हिठो भणइ तलारो, भयवं को तुज्झ धम्मु त्ति. १०८ साहइ मुणी महायस, असेस सत्ताण रक्खणं सययं, इक्कु च्चिय इह धम्मो, ओहेण विभागओ उ इमो. १०९
जीवदय सच्च वयणं, परधण परिवज्जणं सया बंभं, सयल परिग्गह चाओ, विवज्जणं रयणि भत्तस्स. ११० बायालीसे सण दोस, सुद्ध पिंडस्स भोयणं विहिणा, अप्पडि बद्ध विहारो, सारो धम्मो इय जईणं. १११ जंपेइ तलवरो पुण, गिहत्थ धम्मं कहेसु मे भयवं, परउवया रिक्कमणो, मुणीवि जंपइ तओ एवं. ११२
તે મુનિને શાંત સ્વભાવ, મનહર રૂપ, અને પ્રસન્ન મુખ કમળ જોઈને તળવર હર્ષ પામી તેને પૂછવા લાગ્યો કે ભગવન તમારો શે ધર્મ છે? ૧૦૮ | મુની બોલ્યા કે હે મહાયશ હમેશાં સર્વ જીવની રક્ષા કરવી એ જ આ જગમાં સામાન્યપણે એક ધર્મ છે, તેના વિભાગ પાડીએ તે આ પ્રમાણે છે – ૧૦૯
જીવદયા, સત્ય વચન, પરધન. વર્જન, હમેશનું બ્રહ્મચર્ય, સકળ ૫- રિગ્રહને ત્યાગ, અને રાત્રી ભોજનનું વિવર્જન. ૧૧૦
- બેતાલીસ દોષ રહિત આહારનું વિધિએ કરી ભોજન કરવું તથા અપ્રતિબદ્ધ વિહાર કરવો એ યતિજનોનો ધર્મ સર્વોત્તમ છે. ૧૧૧
ત્યારે તળધર બોલ્યો કે હે ભગવન મને ગ્રહસ્થને ધર્મ કહો; ત્યારે પરોપકારમાં પરાયણ રહેલ મુનિ આ રીતે બોલ્યા. ૧૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org