________________
[ ૮૨ ]
*
*
તપાવલિ
*
*
*
દશ લેગસ્સનો કાઉસ્સગ્ન કરે. છેલ્લે તથા પહેલે દિવસે રાત્રિજાગરણ કરવું, તથા વરઘોડા કાઢ.
૫૪, મુકુટ સપ્તમી તપ. મુકુટના ઉદ્યાપન વડે જણાતી જે સપ્તમી તે સંબંધી તપ તે મુકુટ સપ્તમી તપ કહેવાય છે. આ તપમાં અષાઢ, શ્રવણ, ભાદ્રપદ, આશ્વિન, કાતિક, માગશીષ અને પિષ એ સાત માસની કૃષ્ણપક્ષની સાતમને દિવસે ઉપવાસ કરે, તેમાં અનુક્રમે વિમલનાથ ૧, અનંતનાથ ૨, ચંદ્રપ્રભ અથવા શાંતિનાથ ૩, નિમિનાથ ૪, રાષભદેવ ૫, મહાવીર ૬, અને પાર્શ્વનાથ ૭, એ સાત તીથ કરેને આશ્રયીને એક એક સપ્તમીએ તપ કરે તથા તે દિવસે તે તે તીથકરની મોટી સ્નાત્રવિધિએ પૂજા કરવી. ઉદ્યાપનમાં મેટી નાત્રવિધિપૂર્વક જિનપૂજા કરવી. રૂપાની લેકનાલિકા કરાવી તેના ઉપર સુવર્ણમય રત્નજડિત મુકુટ કરાવી દેવ પાસે ઢેક. સાત સાત પકવાન્ન, ફળ, વિગેરે ઢોકવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ વાંછિતની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. જે જે તીથકરને તપ ચાલતું હોય તે તે તીર્થકરના નામનું ગણણું (જેમકે પહેલું “ વિમલનાથાય નમઃ) નવકારવાળી વીશનું ગણવું. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org