SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ] * * તપાવલિ * * * અથવા એક કલ્યાણ કે એકાસણું, બે કલ્યાણકે આયંબિલ, ત્રણે આયંબિલ તથા એકાસણું. ચારે ઉપવાસ અને પાંચ કલ્યાણકે ઉપવાસ તથા એકાસણું એ પ્રમાણે કરવું. વશ તીર્થકરના ચ્યવન, જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણકના ૧૨૦ દિવસેને વિષે ઉપવાસાદિક તપ કરે, એકાસણાથી જે પંચકલ્યાણક આરાધે તે માગશર શુદિ ૧૦ નું આયંબિલ કરે ને માગશર શુદિ ૧૧ ને ઉપવાસ કરી ૬ કલ્યાણક આરાધે અને ઉપવાસથી પંચકલ્યા ણક આરાધે તે માગશર શુદિ ૧૦ ને અગ્યારસને પ્રથમ છઠ્ઠ કરી શરૂ કરે તે પાંચ વર્ષે કલ્યાણક તપ પૂરો થાય. ઉજમણે કનકસિંહ રાજાની જેમ ચેવિશ જિનેશ્વરની પ્રતિમા ભરાવવી. તિલક ૨૪, પકવાન્ન ૨૪. ખાજાં ૨૪ અને કુંપી. કચેલી વિગેરે, પૂજાનાં ઉપકરણે ૨૪-૨૪ હેકવાં. ચ્યવન કલ્યાણ કે “પરમેષ્ટિને નમઃ” એ મંત્રને જાપ બે હજાર ( વિશ નવકારવાળી ) કરે. જન્મ કલ્યાણકે “અહત નમઃ” ને બે હજાર જાપ કર. દીક્ષા કલ્યાણકે નાથાય નમઃ એને જાપ બે હજાર કરે. જ્ઞાન કલ્યાણકે “ સર્વજ્ઞાય નમઃ” એ બે હજાર જાપ કર. નિર્વાણ કલ્યાણ કે “પારગતાય નમઃ” એને બે હજાર જાપ કર, તથા વન કલ્યાણ કે સાધર્મિક વાત્સલ્ય, જન્મ કલ્યાણ કે ગેળ–ઘીનું દાન, દીક્ષાએ ટેપરું–ગેળ વેંચવા, જ્ઞાને સંઘપૂજા અને નિર્વાણે મેટી પૂજા ભણાવવી. જે ઉપવાસથી આ તપ કરે તેણે દરેક કલ્યાણકે ઉપવાસ કરે. બે અથવા વધારે કલ્યાણક જે દિવસે હોય તેનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy