________________
[ ૧૫૪ ] * * તપાવલિ * * * ઉપવાસનાં પચ્ચખાણ કરવાં. પાંચમે દિવસે. બાકીના પાંચ માણસે ૧ ઉપવાસનાં પચ્ચકખાણ કરવાં. આ પચીસે માણ સનાં પારણું એક દિવસે આવવાં જોઈએ. આ તપમાં જ્ઞાનની સ્થાપના કરવી. પ્રદક્ષિણા, સાથીયા, ખમાસમણ વિગેરે ૫૧ ૫૧ સમજવાં. પૂર્ણ તપે વરઘોડો ચડાવે. “નમે નાણસ્સ' પદની ૨૦ નવકારવાળી ગણવી.
. ૧૩૮, યુગપ્રધાન તપ.
પ્રથમ જ્ઞાનની પૂજા ભણાવવી. પહેલા ઉદયના દિવસ ૨૦, તથા બીજા ઉદયના દિવસ ૨૩, તેમાં પહેલા ઉદયના ૨૦ દિવસ છે, પહેલે અને છેલ્લે દિવસે આયંબિલ અથવા ઉપવાસ કરે, બાકીના અઢાર દિવસ એકાસણું કરવાં. હંમેશાં વિશ ખમાસમણ દેવાં, વીશ પ્રદક્ષિણા દેવી, વીશ લેગસ્સને કાઉસ્સગ્ન કર, બને વખત પ્રતિક્રમણ ત્રણે કાળ દેવવંદન તથા જ્ઞાનની પૂજા કરવી. પહેલે તથા છેલ્લે દિવસે રૂપાનાણે જ્ઞાનપૂજા કરવી. અને વચ્ચેના અઢાર દિવસ શકિત પ્રમાણે જ્ઞાનપૂજા કરવી. સાથીયા વીશ, બદામ ૨૦, તથા ફળ-નૈવેદ્ય વિગેરે (વીશ-વીશ) વસ્તુઓ જ્ઞાન પાસે
કવી. પ્રથમ તપના આરંભમાં પૂજા ભણાવવી. પછી જ્ઞાન પૂજવું. પછી પ્રદક્ષિણા, પછી ખમાસમણ, પછી ચૈત્યવંદન અને પછી પચ્ચખાણ કરવું.
બીજા ઉદયનો વિધિ પણ એ જ રીતે જાણે વિશેષ એ કે પહેલે ને છેલ્લે દિવસે આયંબિલ અથવા ઉપવાસ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org