SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચારે પ્રામાય નહિ ટકે ? પરંતુ લેક તે પ્રર્વતક જ્ઞાન પછી તરત જ ફળને પામવા જેટલા ઉદ્યમી જણાય છે તેટલા ઉદ્યમી તેઓ પ્રર્વતક જ્ઞાનના કારણની પરીક્ષા કરવામાં જણાતા નથી. આ કારણે અર્થક્રિયાજ્ઞાનની જ આ રીતે પરીક્ષા કરવામાં આવે છે. પ્રથમ પ્રર્વતક જ્ઞાનના પ્રામાણ્યની સિદ્ધિ અર્થ કિયાજ્ઞાન દ્વારા જ થાય છે. નજીક રહેલા ઉપાયની ઉપેક્ષા કરી દિરના ઉપાયને ગ્રહવા દૂર કણ જાય? [પ્રથમ પ્રર્વતક જ્ઞાનના કારણની પરીક્ષા કરી તેના પ્રામાણ્ય-અપ્રમાયને નિશ્ચય કરવા કરતાં અર્થયાજ્ઞાન દ્વારા તેના પ્રામાણ્ય–અપ્રામાણ્યને નિશ્ચય કરવો સહેલે છે. સહેલે ઉપાય છોડી કઠિન ઉપાયને કણ ગ્રહે ] 78. अथवा संशयोत्पत्तिसामर्थ्यादेव यथार्थेतरत्वनिश्चयः फलज्ञाने न लप्स्यते । संशयो हि नाम द्वैविध्यदर्शनाद् विना न भवत्येव । न हि स्थाणुपुरुषसाहचर्यमूर्खताख्यस्य धर्मस्य यो न जानाति स तं दृष्ट्वा 'स्थाणुर्वा स्यात्पुरुषो वा' इति संशेते । एवमूर्ध्वत्ववत् बोधरूपत्वस्य व्यभिचारित्वाव्यभिचारित्वाभ्यां सहदर्शनमवश्यमाश्रयणीयम् , अन्यथा तद्विषयसंशयानुत्पादात् । अतः पूर्वमव्यभिचारित्वदर्शने सिद्धे यस्तदा तत्परिच्छेदोपायः स पश्चादपि भविष्यतीति सर्वथा सिद्धयत्यव्यभिचारित्वनिश्चयः । 78. અથવા, સંશત્પત્તિસામર્થ્ય દ્વારા જ થતું યથાર્થતા કે અયથાર્થતાનો નિશ્ચય ફળતાનમાં (= અર્થ ક્રિયાજ્ઞાનમાં) પ્રાપ્ત થતો નથી. બે જાતની વસ્તુઓના દર્શન વિના સંશય ઉદ્દભવતો નથી. ઊર્ધ્વતા નામના ધર્મને સ્થાણુ તેમ જ પુરુષ સાથે સાહચર્ય સંબંધ ધરાવતે જે જાણતા નથી તે તે ધર્મને દેખીને આ સ્થાણું હશે કે પુરુષ' એ સંશય કરતા નથી. [આ અર્થ ક્રિયાજ્ઞાન વ્યભિચારી હશે કે અવ્યભિચારી એવા સંશયની ઉત્પત્તિ માટે પણ આ જ રીતે ઊર્વસ્વધર્મની જેમ અર્થ ક્રિયાજ્ઞાનત્વ ધર્મને વ્યભિચારિત્વ તેમ જ અવ્યભિચારિત્વ સાથે સાહચર્ય સંબંધ સ્વીકારવો જોઈએ કારણ કે અન્યથા અર્થક્રિયાજ્ઞાનત્વ ધરાવતું જ્ઞાન] વ્યભિચારી હશે કે અવ્યભિચારી એ સંશય ઉત્પન્ન નહિ થાય. નિષ્કર્ષ એ કે પહેલાં [હમેશા] અર્થ ક્રિયાજ્ઞાનમાં એકલા અવ્યભિચારિત્વનું દર્શન થયું હોઈ, તે વખતે જે ઉપાયથી અર્થક્રિયાજ્ઞાનની અવ્યભિચારિતાનું પ્રહણ થયેલું તે જ ઉપાયથી પછી પણ તેની અવ્યભિચારિતાનું ગ્રહણ થશે અને આમ તેના અવ્યભિચારિત્વને નિશ્ચય સર્વથા સિદ્ધ થશે. [ઊર્ધ્વતા ધર્મ સ્થાણુત્વ સાથે પણ દેખ્યો છે અને પુરુષત્વ સાથે પણ દેખ્યો છે. એટલે હાલ ઊર્વતા ધર્મને દેખતાં તેને સહચારી “સ્થાણ હશે કે પુરુષ એ સંશય જાગે છે. તેવી જ રીતે પહેલાં જે અર્થ કિયાજ્ઞાનને વ્યભિચારિત્વ સાથે પણ દેખ્યું હોય અને અવ્યભિચારિત્વ સાથે પણ દેખ્યું હોય તે હાલ અર્થ ક્રિયાજ્ઞાનને દેખતાં સંશય જાગે કે તેની સાથે અત્યારે વ્યભિચારિતા હશે કે અવ્યભિચારિતા. પરંતુ અર્થક્રિયાશાનને પહેલાં કદી વ્યભિચારિતા સાથે દેખ્યું નથી, કેવળ અવ્યભિચારિતા સાથે દેખ્યું છે. એટલે હાલ પણ અર્થ ક્રિયાજ્ઞાનને દેખતાં અવ્યભિચારિતાનું જ ગ્રહણ પહેલાંની જેમ થાય છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005497
Book TitleNyayamanjari Ahanika 03
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy