________________
પ્રામાણ્ય-અપ્રામાય સ્વતઃ–પરત: વિચાર
કેમ કરે ? આના દ્વારા તે અપ્રામાણ્ય સ્વતઃ પણ પ્રામાણ્ય પરતઃ એ ત્રીજો પક્ષ પણ નિરસ્ત થઈ ગયા. અપ્રામાણ્ય સ્વતઃ જ નિશ્ચિત થઈ જતાં પ્રવૃત્તિ થવી સંભાવે નહિ. વળી, અપ્રામાણ્ય પિતાની ઉત્પત્તિ માટે કરણના દોષોની અપેક્ષા રાખે છે, અને તે (અપ્રામાણ્ય) પિતાનું નિશ્ચયાત્મક જ્ઞાન ઉત્પન્ન કરવા માટે બાધક જ્ઞાનની અપેક્ષા રાખે છે. તે પછી અપ્રામાણ્યનું સ્વતઃ હવું કેવી રીતે ઘટે ? વળી, “અપ્રામાણ્ય કરણના દેશને લીધે નથી ઉત્પન્ન થતું કારણ કે અપ્રામાણ્ય અવસ્તુ છે” એમ જે કેટલાક કહે છે તે તુરછ છે. સંશય-વિપર્યયરૂપ અપ્રમાણ વસ્તુરૂપ હોઈ તદ્ગત અપ્રામાણ્ય પણ વસ્તુ જ છે. પ્રામાણ્યનું પરતઃ હવું કેવી રીતે નથી ઘટતું એ [ પછી] વિસ્તારથી જણાવીશું. અને આમ બંને પરતઃ છે એ બીજા પક્ષને પણ પ્રતિક્ષેપ થઈ જાય છે.
34 अर्थतथात्वप्रकाशकं हि प्रमाणमित्युक्तम् । तस्य स्वप्रमेयाव्यभिचारित्वं नाम प्रामाण्यम् । अस्य च परापेक्षायां सत्यां परत इति कथयितुमुचितम् । न चास्य परापेक्षा क्वचिद्विद्यते । सा हि भवन्ती उत्पत्तौ वा स्यात् स्वकार्यकरणे वा प्रामाण्यनिश्चये वा । उत्पत्तौ कारकस्वरूपमात्रापेक्षा तदतिरिक्ततद्गतगुणापेक्षा वा ? कारकस्वरूपमात्रापेक्षायां सिद्धसाध्यत्वम् । असत्सु कारकेषु कार्यस्य ज्ञानस्यात्मलाभाभावात् कस्य प्रामाण्यमप्रामाण्यं वा चिन्त्यते ?
34. અર્થ જેવો હોય તે જ તેને જે જણાવે તે પ્રમાણ એમ કહ્યું છે. પોતાના રેય વિષય સાથે તેને અવ્યભિચાર (=સંવાદ) એ પ્રામાય છે. બીજાની અપેક્ષા એને હોય તે જ એને (=પ્રામાણ્ય ) પરતઃ કહેવું ઉચિત છે અને એને બીજાની અપેક્ષા તે કંઈ છે નહિ. એને પરાપેક્ષા જે હોય તે કાં તે પોતાની ઉત્પત્તિમાં હોય કાં તો પિતાના કાર્યને ઉત્પન્ન કરવામાં હોય કે તે પોતાના નિશ્ચયાત્મક જ્ઞાનને ઉત્પન્ન કરવામાં હોય. પિતાની ઉત્પત્તિમાં પ્રામાયને કારકસ્વરૂપમાત્રની અપેક્ષા છે કે તેનાથી (=કારકથી) અતિરિક્ત તેના ગુણની અપેક્ષા છે ? જો કહે કે કારકસ્વરૂપમાત્રની અપેક્ષા છે તે સિદ્ધસાધ્યતા. થશે [ કારણ કે એ જ મીમાંસકસમ્મત પ્રામાણ્યના સ્વતસ્વરૂપ છે.] કાર જ ન હોય તે કાર્યરૂપ [જ્ઞાન જ ઉત્પન્ન થાય નહિ અને] જ્ઞાનના અભાવમાં કોના પ્રામાણ્ય કે અપ્રામાણ્યની ચર્ચા કરવામાં આવે ?
35, कारकातिरिक्ततदधिकरणगुणापेक्षणं तु दुर्घटम्, अप्रामाणिकत्वेन कारकगुणानामाकाशकुशेशयसदृशवपुषामपेक्षणीयत्वाभावात् ।
न कारकगुणग्राहि पत्यक्षमुपपद्यते । चक्षुरादेः परोक्षत्वात् प्रत्यक्षास्तद्गुणाः कथम् ॥ लिङ्ग चादृष्टसम्बन्धं न तेषामनुमापकम् । यथाऽर्थबुद्धिसिद्विस्तु निर्दोषादेव कारकात् ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org