________________
શબ્દપ્રમાણને વિષય વિવેક્ષા નથી
૧૫
અનુમાનપણું સિદ્ધ થઈ જાય છે એ અર્થ વગરની વાત છે, કારણ કે શબ્દ અને પ્રિસ્તુત] અનુમાનના વિષયો ભિન્ન છે. આપ્ત વચનરૂપ હેતુ દ્વારા શબ્દાર્થ બુદ્ધિનું પ્રામાણ્ય સિદ્ધ થાય છે અને નહિ કે શબ્દાર્થ બુદ્ધિ તેમાંથી ઉત્પન્ન થાય છે. એટલે કહ્યું છે કે “આપ્ત વચનરૂપ હેતુ દ્વારા જણાતું પ્રામાણ્ય એ જુદી જ વસ્તુ છે અને પ્રામાણ્ય પહેલાં જ જ્ઞાત થઈ ગયેલે વાક્યર્થ એ જુદી જ વસ્તુ છે. તેથી, આપ્તવચનરૂ૫ હેતુ વડે પ્રામાણ્યનું જે અનુમાન થતું હોય તે તેનાથી અહીં વાક્યર્થજ્ઞાનની અનુમાનતા કેમ કરીને થઈ જાય ? જેમ ત્રિલક્ષણ ધરાવતે હેતુ અનુમિતિજ્ઞાનને પિતાની ઉત્પત્તિમાં જ ઉપયોગી છે, તેથી વધુ ઉપયોગ અનુમિતિજ્ઞાનને તેને નથી, તેમ શબ્દ, આપ્તને હો યા અનાપ્તને, સંભળાતાં શાબ્દબેધને ઉત્પન્ન કરે છે, શાબ્દબેધને શબ્દનો તેથી વધુ કેઈ ઉપયોગ નથી.” [અર્થાત, જેમ અનુમિતિજ્ઞાનના પ્રામાણ્યનું જ્ઞાન ઉત્પન્ન કરવામાં હેતુને કઈ ઉપયોગ નથી તેમ શાબ્દબોધના પ્રામાણ્યનું જ્ઞાન ઉત્પન્ન કરવામાં શબ્દને પણ કંઈ ઉપયોગ નથી. પ્રામાણ્યના નિશ્ચય વિનાને શાબાધ કેવળ ભાનમાત્ર છે એમ ન કહેવું જોઈએ કારણ કે શબ્દાર્થના નિશ્ચયને અનુભવ તે તે વખતે પણ હોય છે જ.
21. एतेन विवक्षाविषयत्वमपि प्रत्युक्तम्, न हि विवक्षा नाम शब्दस्य वाच्यो विषयः, किन्त्वर्थ एव तथा ।
विवक्षायां हि शब्दस्य लिङ्गत्वमिह दृश्यते । आकाश इव कायेत्वान्न वाचकतया पुनः ॥ शब्दादुच्चरिताच्च वाच्यविषया तावत्समुत्पद्यते सवित्तिस्तदनन्तरं तु गमयेत् कामं विवक्षामसौ । अर्थोपग्रहवर्जिता तु नियमात्सिद्वैवमाजीविता
तद्वाच्यार्थविशेषता त्वविदिते नैषा तदर्थे भवेत् ।। 21. આ જે અમે કહ્યું તેનાથી શબ્દપ્રમાણને વિષય વિવક્ષા છે એવા વિરોધીઓના મતને પણ નિરાસ થઈ ગયો. વિવક્ષા શબ્દને વાગ્ય વિષય નથી પરંતુ અર્થ જ શબ્દને વાય વિષય છે. વિવક્ષાનું અનુમાન કરાવવામાં જ શબ્દ હેતુ જણાય છે કારણ કે તે જેમ કાર્ય હોવાને લીધે આકાશનું લિંગ છે તેમ કાર્યો હોવાને લીધે જ વિવક્ષાનું લિંગ છે અને નહિ કે વાચક હોવાને લીધે. [શબ્દ વિવક્ષાને વાચક નથી પણ વિવક્ષાનું કાર્ય છે.] ઉચારાયેલ શબ્દમાંથી વાચ્યાર્થવિષયક જ્ઞાન જન્મે છે, તે પછી એ શબ્દ વિવક્ષાને ભલે જણાવે. આમ વિવક્ષા નિયમથી અર્થાત અવશ્યપણે વાગ્યાથે સાથે સંબદ્ધ નથી, એ સિદ્ધ થયું. જ્યાં સુધી વાચ્ય અર્થ જ્ઞાત થયે હેતે નથી ત્યાં સુધી વિવક્ષા વાચ્ય અર્થ સાથે સંબદ્ધ થતી નથી. 22. નનુ સિદ્ધ પ્રમાણ મેઢામે પરીક્ષામાં
क्रियते न तु शब्दस्य प्रामाण्यमवकल्पते ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org