________________
શબ્દ ગુણ છે એની સિદ્ધિ
૧૭૩
तस्मान्न द्रव्यम् । नापि शब्दः कर्म शब्दान्तरजनकत्वात् । कर्मणो हि समानजात्यारम्भकत्वं नास्ति । सत्ताशब्दत्वादिसामान्यसम्बन्धाच्च सामान्यादित्रयप्रसङ्गोऽस्य नास्ति । पारिशेष्याद् गुण एव शब्दः ।
295. મીમાંસક –તે પછી શબ્દ ગુણ છે એમાં પ્રમાણ શું ?
નિયાયિક --અમે કહીએ છીએ કે પરિશેષાનુમાન. શબ્દના દ્રવ્ય અને કર્મ હેવાના સંભવિત વિકલ્પોને પ્રતિષેધ થઈ ગયો છે અને શબ્દના સામાન્ય આદિ હોવાના વિકલ્પ જ સંભવતા નથી, એટલે છેવટે બાકી રહે છે ગુણ જ, જે શબ્દ છે.
મીમાંસક –શા માટે શબ્દ દ્રવ્ય નથી ?
યાયિક-કારણ કે શબ્દ એક દ્રવ્યમાં જ સમવાય સંબંધથી રહે છે. દ્રવ્ય કાં તે કોઈ એક દ્રવ્યમાં સમવાય સંબંધથી રહેતું નથી યા તે એકથી વધુ દ્રવ્યમાં સમવાય સંબંધથી રહે છે. કોઈ પણ દ્રવ્યમાં સમવાયસંબધથી ન રહેનાર દ્રવ્યનાં ઉદાહરણ છે આકાશ, પરમાણુ, વગેરે. એકથી વધુ દ્રવ્યોમાં સમવાય સંબંધથી રહેનાર દ્રવ્યોના ઉદાહરણે છે દયાણુક વગેરે કાર્યદ્રવ્યો. શબ્દ તે કેવળ એક જ દ્રવ્યમાં સમવાયસંબંધથી રહે છે, કારણ કે તે જેમાં સમવાય સંબંધથી રહે છે તે દ્રવ્ય આકાશ એક જ છે. તેથી શા દ્રવ્ય નથી. શબ્દ કમ પણ નથી કારણ કે તે શદાન્તરને ઉત્પન્ન કરે છે; કર્મ કર્મને ઉત્પન્ન કરતું નથી. સત્તા, શબ્દત, વગેરે સામાન્ય શબ્દમાં સમવાય સંબંધથી રહેતા હે ઈ શબ્દ સામાન્ય, વિશેષ કે સમવાય પણ નથી. એટલે બાકી રહ્યો તે ગુણ જ શબ્દ છે.
[296. નr Tળવણી કરવામાં રાત્રિતવં શસ્થ મવિતિ, દ્રષ્યાनाश्रितस्यादर्शनात् पृथिव्यादीनां च शब्दाश्रयत्वानु पत्तेः । ततश्च गुणत्वे सत्येकद्रव्यत्वम्, एकद्रव्यत्वे सति गुणत्वमितीतरेतराश्रयत्वम् । तथा च समानजातीयारम्भकस्वमपि गुणत्वसिद्धिमूलमेव । गुणत्वे सति शब्दस्याकाशाश्रितत्वात्तदात्मकेन श्रोत्रेण ग्रहणम्। तच्च देशान्तरगतसंयोगविभागप्रभवस्य शब्दस्य सन्तानमन्तरेण श्रोत्रदेशप्राप्त्यभावान्न सिद्ध्यतीति गुणत्वसिद्धिमूला सन्तानकल्पना, सन्तानकल्पनायां च समान नात्यारम्भकत्वात् कर्मव्यवच्छेदे सति गुणत्वसिद्धिरितीतरेतराश्यत्वमेव ।
296. મીમાંસક-શબ્દ ગુણ છે એ સિદ્ધ થતાં તેનું આકાશાશ્રિતત્વ બનશે, કારણ કે ગુણ દ્રવ્યમાં આશ્રિત ન હોય એવું જોયું નથી અને પૃથ્વી વગેરેનું શબ્દના આશ્રય હેવું ઘટતું નથી. પરિણામે શબ્દ ગુણ હોતાં તેનું એકદ્રવ્યત્વ (= એકદ્રવ્યાશ્રિતત્વ) પુરવાર થાય છે અને તેનું એકદ્રવ્યત્વ (એકદ્રવ્યાશ્રિતત્વ) હતાં તે ગુણ પુરવાર થાય છે–આમ ઇતરેતરાશ્રયદેષ આવે છે. વળી, શબ્દનું શબ્દઉત્પાદકત્વ પણ શદ ગુણ છે એ પુરવાર થતાં તેમાંથી જ ફલિત થાય. શબ્દ ગુણ હતાં તે આકાશાશ્રિત સિદ્ધ થાય, તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org