________________
ઈશ્વરસાધક કેઈ પ્રમાણ નથી પ્રસિદ્ધ ન હોવાથી-પુરવાર થયેલ ન હોવાથી તે યોગિપ્રત્યક્ષને વિષય નથી. તેથી નિષ્કર્ષ એ કે ઈશ્વર પ્રત્યક્ષનો વિષય નથી. ઇશ્વરના અસ્તિત્વને પુરવાર કરવામાં પ્રત્યક્ષપ્રમાણને પ્રતિષેધ થવાથી પ્રત્યક્ષપૂર્વક અનુમાનને પણ પ્રતિષેધ થઈ ગયો કારણ કે ઈશ્વર કદી પ્રત્યક્ષ થયો જ ન હોય તે ઈશ્વર અને તેને લિંગ ( હેતુ) વચ્ચેની વ્યાપ્તિનું ગ્રહણ જ ન સંભવે. 15ી. ને જ સામાન્યતોદ જિન્નમસ્થાતિ વિન્ચન
क्षित्यादीनां तु कार्यत्वमसिद्ध सुधियः प्रति । शैलादिसन्निवेशोऽपि नैष कानुमापकः । कर्तृपूर्वककुम्भादिसन्निवेशविलक्षणः ॥ दृष्टः कर्नाविनाभावी सन्निवेशो हि यादृशः ॥
तादृङ्नगादौ नास्तीति कार्यत्ववदसिद्धता । 151. ઈશ્વરનું અસ્તિત્વ પુરવાર કરતું સામાન્યતોદષ્ટ લિંગ પણ કોઈ નથી. બુદ્ધિમાને [તેના હેતુ તરીકે આપવામાં આવેલ] પૃથ્વી વગેરેના કાર્યને પણ અસિદ્ધ ગણે છે. પર્વત વગેરેનો સન્નિવેશ (= રચના) પણ તેના કર્તાને અનુમાપક નથી કારણ કે તે સનિવેશ કર્તાએ બનાવેલા કુંભ વગેરેના સન્નિવેશથી વિલક્ષણ છે. કર્તા સાથે અવિનાભાવસંબંધ ધરાવતે સન્નિવેશ જેવો હોય છે તેવો સન્નિવેશ પર્વત વગેરેનો નથી, એટલે જેમ કાર્યત્વ હેતુ સિદ્ધ છે તેમ આ સન્નિવેશ હેતુ પણ અસિદ્ધ છે. [15]. સિદ્ધત્વે ન હેતુવમેનેજાચાર્તુળાિિમઃ |
अकृष्टजातैः कर्तारमन्तरेणाप्तजन्मभिः । तेषामुत्पत्तिसमयप्रत्यक्षत्वेन लभ्यते ॥ कर्तुदश्यत्वमप्येवमभावोऽनुपलब्धितः । न च क्षितिजलप्रायदृष्टहेत्वतिरेकिणः ।। कस्यापि कल्पनं तेषु युज्यतेऽतिप्रसङ्गतः ॥ तेन कर्तुरभावेऽपि सन्निवेशादिदर्शनात् ।
अनैकान्तिकता हेतोविप्रत्वे पुरुषत्ववत् । 152. આ હેતુઓ સિદ્ધ હોય તે પણ સદ્ હેતુઓ નહિ ઘટે, કારણ કે તેઓ કેવળ પક્ષ-સપક્ષમાં જ નહિ પણ વિપક્ષમાં રહે છે, જેમને ઉત્પન્ન કરનાર કોઈ કર્તા નથી એવાં ખેડ્યા વિના ઊગી નીકળેલાં ઘાસ વગેરેમાં પણ તે હેતુઓ રહે છે. સકક કુંભ વગેરેની ઉત્પત્તિ વખતે થતા પ્રત્યક્ષ વડે જ તેના કર્તાનું દશ્યત્વ પણ જ્ઞાત થાય છે; એ જ રીતે કર્તાને અભાવ પણ અનુપલબ્ધિ વડે જ્ઞાત થાય છે. ખેડયા વિના ઊગી નીકળેલ ઘાસની બાબતમ'] માટી, પાણી, વગેરે દષ્ટ જનક હેતુઓથી અતિરિક્ત બીજા કોઈની (અર્થાત્ અદષ્ટ કર્તાની) કલ્પના કરવી યોગ્ય નથી, કારણ કે તેમ કરતાં અતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org