SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ (ઉપદેશ એક્સો છેતાલીસમો) પાંચમા આરાના સાધુના ગુણો સાધુના સત્યાવીશ ગુણો કહેલા છે તે તો ચોથા આરામાં ગયા, પાંચમા આરામાં તો તેથી વિપરીત ગુણો રહ્યા છે. તેનો વિચાર કરે છે. પાંચ અવ્રતને ધારણ કરનાર, રાત્રિભોજન ઉપર પ્રેમ કરનાર, જીવતણો સંહાર કરી જરાપણ લજ્જા નહિ રાખનાર, પાંચે ઇંદ્રિયોને છૂટી મુકનાર, લોભ ઉપર લયલીન પણું ધારણ કરનાર, ક્ષમાને ઉખેડી ફેંકીદેનાર, પડિલેહણ-પડિક્કમણાનું ઉમૂલન, કરનાર, આચારવિચારના વિચારને પરિહરનાર, સંયમ યોગનો સંગ તજનાર, મરણનો ભય અંગમાં ધરનાર, પરિષદને કદાપિ સહન નહિ કરનાર, મન-વચન-કાયાની શુદ્ધિ નહિ, ઉપસર્ગાદિક કદાચ આવે તો કલેશ કરી આર્તધ્યાનથી ભવરૂપી કૂવામાં પડનાર. હાલના સાધુના એવા વિપરીત ગુણો રહેલા છે. વળી સારા સાધુઓની નિંદા તેઓ કરે છે. જેના ગુણો હોય છે તેવા પરિણામ હોય છે. પાંચમા આરામાંએ અવિનત સાધુના ચિન્હો છે. મુખ જોવા કાચ રાખે છે, ચીપીઓ હર્ષથી રાખે છે, ઘડીઆળ તથા બેટ્રીઓ રાખે છે, કેશ સમારવા કાંકસી રાખે છે, ઉભટ વેષ પહેરે છે, છપ્પ સુડી રાખે છે, સ્વાદિષ્ટ મુખ કરવા મુખવાસ, પાન-સોપારી, તમાકુ, શેકેલી ધાણાની દાળ, વરીયાળી વિગેરેનું બહુમાન કરે છે, કાથો ચૂનો સોપારી રાખે છે, વૃક્ષ ઉપર ચડી ચતુરાઈથી બેસે છે, આંગળીઓમાં વિંટી રાખી, હાથમાં રૂમાલ રાખી પંખો લઈ પવન ખાય છે, મુકામમાં તળાઈ તકીઆ મેળવવાના મનોરથ ધારણ કરે છે, વિદ્યા વિનય વિગેરેનું અપમાન કરી, માનલોભી બહુમાની થઈ લાજ ધારણ કરે છે, ઉપકરણ એકત્ર કરવા રાત્રિદિવસ મનમાં ચિંતારાખ્યા કરે છે, મોજા અને પાદુકા પહેરી ઠમકાર કરતાં રસ્તામાં ચાલે છે, સોગઠાબાજી રમવા સ્નેહ ધારણ કરી એક મેક થઈને રહે છે, દસ હાથના ધોતીયાને પહેરીને પોતાની ચાલને જુવે છે દવાની જોળી ભરી વૈદ્ય થઈ ઘરઘર નાડી જોવા નીકળે છે, કદાચ કોઈ શ્રાવક શ્રુતવાણી ૩૫૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy