________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
બૃહાભાષ્યવૃયાદે જૈનમંદિરે જિનપ્રતિમા ઉપર ભમરીઓ આદિનું ઘર હોય અને ત્યાં સારવાર કરનારા શ્રાવકના અભાવે સારા સાધુએ પોતે જ તેને દૂર કરવાથી અલ્પ દોષ લાગે અને દૂર ન કરવાથી મોટું પ્રાયશ્ચિત આવે.
બૃહજ્જુભાષ્યવૃત્તિ ત્રીજે ખંડે કોઈપણ સાધુને સ્યાનદ્ધિ નિદ્રાનો ઉદય છે. એવું ગુરૂએ જાણ્યા પછી નીચેના ઉપાયોથી તેનો સાધુવેષ મૂકાવે.
૧. સ્યાનદ્ધિ નિદ્રાના ઉદયવાળાને અર્ધ વાસુદેવનું બળ હોય તે પ્રથમ સંઘયણવાળાને હોય. હાલમાં તો સામાન્ય માણસની અપેક્ષાએ બમણું, –મણું ચારગણું બળ હોય.
૨. તેને ગુરૂ મીઠા વચનથી કહે કે-હે મહાનુભાવ! સાધુ વેષ છોડી દે તને ચારિત્ર નથી. આવી રીતે કહેવાથી વેષ મૂકે તો ઠીક, નહિ તો સંઘ ભેગો થઈને વેષ લઈ લે; પણ એક માણસ ન લે, કારણ કે તેના ઉપર દ્વેષ થાય તો તેના પ્રાણને હરણ કરે.
૩. તેજ ભવમાં કદાપિ કાલે તે મુક્તિગામી હોય અને સ્વાદ્ધિ નિદ્રાનો ઉદય હોય તો પણ સાધુવેષ તેને આપે નહિ પરંતુ જ્ઞાનવડે કરીને જાણે કે આને સ્થાનદ્ધિ નિદ્રાનો ઉદય થશે નહિ તોજ સાધુવેષ આપે; અન્યથા નહિ.
૪. સાધુવેષ લેવા માંડ્યા પછી તેને કહેવું કે દેશવિરતિ અંગીકાર કર. આવી રીતે કહ્યા છતાં પણ ન માને તો રાત્રિમાં તેને સૂતો મૂકીને સાધુઓ અન્ય દેશમાં ચાલ્યા જાય.
વ્યવહારસૂઝે. વિરે કહ્યું કે હે ગતમ! જે મુહપત્તિ પડિલેહ્યા વિના વાંદણા
(૪૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org