________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ત્રણ પ્રકારના પુદગલો કહેલા છેઃ ૧. પ્રયોગસા ૨. મિશ્રણા અને ૩. વિસ્રસા. ૧. જીવે જે ગ્રહણ કરેલા છે, તેમાં જીવ છે ત્યાં સુધી પ્રયોગસા કહીએ. ૨. શરીરમાંથી જીવ નીકળી ગયા પછી જે પુદ્ગલ રહ્યા તે મિશ્રણા કહીએ. ૩. સ્વાભાવિક પુગલના સ્કંધ થાય છે જેમકે આકાશમાં લીલા પીળા રંગ દેખાય છે તે તથા અંધારાના પુદ્ગલ તથા વાદળાના પુદ્ગલ એ જીવે ગ્રહણ કર્યા વિના થાય છે તે વિશ્વસા કહીએ. ભગવતી સૂત્રે.
ઓછામાં ઓછો દિવસ બાર મુહૂર્ત એટલે કે ચોવીશ ઘડી અને રાત્રી પણ ઓછમાં ઓછી દિવસ પ્રમાણે જ સમજવી. વધારેમાં વધારે દિવસ અઢાર મુહૂર્તનો એટલે છત્રીસ ઘડીનો તથા રાત્રી પણ વધારેમાં વધારે દિવસ પ્રમાણે જ સમજવી. ભગવતી સૂત્રે.
શ્રાવકને પૈષધ લઈને ધર્મકથા કર્યાનો અધિકાર છે. રૂષિભદ્રનો પુત્ર છે, ત્યાં શ્રાવકો આસન લઈને બેઠા છે અને રૂષિભદ્ર ધર્મની પ્રરૂપણા કરે છે. તેમાંથી કોઈ શ્રાવકને શંકા થઈ તેથી ભગવંતને પૂછયું કે રૂષિભદ્ર આ પ્રમાણે પ્રરૂપણા કરે છે . તેથી ભગવાને કહ્યું કે રૂષિભદ્ર ની પ્રરૂપણા સાચી છે. ભગવતી સૂત્રો તથા ઉપદેશમાલાયામ.
શ્રાવકને પંદર કર્માદાનનો સર્વથા પ્રકારે નિષેધ કહેલો છે, તે ઉત્સર્ગિક જાણવો. કહ્યુ છે કે જે પુન્ય ધર્મને બાધા કરનાર હોય, અને યશ આપે તેવું ન હોય તેવું પુણ્ય ઘણા લાભવાળુ હોય તો પણ પુણ્યાર્થી જીવોએ ગ્રહણ કરવું નહિ, પરંતુ કદી બીજો ધંધો થઈ શકે તેમ ન હોય , અથવા દુષ્કાળ પડેલો હોય, અથવા રાજાની આજ્ઞા થઈ હોય ઈત્યાદિ કારણથી જો નિંદિત વ્યાપારોના સર્વથા ત્યાગ થઈ શકે નહિ, તેમાંથી કોઈ કાર્ય કરવું પડે તો શ્રાવક અપવાદરૂપે કરે, પણ પોતાના આત્માની નિંદા કરતો છતો સુગપણે કરે. ભગવતી સૂત્રે.
એક પરમાણુ સાત આકાશપ્રદેશને સ્પર્શ કરે છે . એકને વિષે
૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org