________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ હોય છે, તે જીવોને પણ પાંચ ક્રિયાથી સ્પર્શ થયેલા કહેવાય છે.
અહીંયા કોઈ શંકા કરે કે જેણે બાણ મૂકયું તેને તો તે ક્રિયાઓ લાગુ પડે, પણ બીજા જીવોને શી રીતે લાગુ પડે ? કેમકે તે માત્ર કાયરૂપ છે અને તેનું અચેતનપણું છે. વળી જો એમ કહેશો કે માત્ર શરીરથી પણ ક્રિયા લાગે તો સિધ્ધ થયેલા જીવોને પણ પ્રથમ મૂકેલા દેહને લીધે બળાત્કારે બંધ થવો જોઈએ; કારણ કે સિધ્ધ થયેલા જીવોને દેહ પણ કોઈ ઠેકાણે જીવ ઘાતનો હેતુ હોય. વળી જેમ ધનુષ્ય વિગેરે પાપના કારણ છે, તેમ તે જીવના દેહથી થયેલા પાત્ર,દંડ વિગેરે જીવરક્ષાના હેતુ પણ છે, તો તે પુણ્યના કારણ હોવાથી તે જીવને લાગવુ જોઈએ, એવી રીતે બરાબર ન્યાય થવો જોઈએ. તેને જવાબમાં જણાવે છે કે –અહીં તો અવિરતપણાના ભાવથી બંધ થાય છે. અને સિધ્ધ થયેલા જીવોને તો સર્વ સંવર હોવાથી વિરતિ છે, તેથી તેમને બંધ થવાનો સંભવ જ નથી, તથા જેના દેહથી પાત્રાદિક થયેલા છે તે જીવો જે તે સંબંધી વિવાકાદિકનો અભાવ છે, માટે તેને પુન્યનો બંધ થતો નથી અથવા ભગવંતના વચનો હોવાથી સર્વ સત્ય જ છે એમ જાણવું, તેથી અન્ય ભવાંતરે પણ શસ્ત્રાદિરૂપ થયેલા દેહનું પણ અધિકરણપણું છે, એમ જાણીને અવશ્ય જેનો ત્યાગ થઈ શકે તેના તેના પ્રત્યાખ્યાન કરવા,
ભગવતી સાતમે શતકે નવમે ઉશે ચેડા મહારાજા અને કોણિકના મહાયુધ્ધાં રથ મુશલ મહાશિલા કંટકથી એક દિવસે ૯૬ લાખ અને બીજા દિવસે ૮૪ લાખ માણસો મરાણા હતા, તેમાં વરૂણ સારથી સૌધર્મ દેવલોકે ગયો છે, તેનો મિત્ર મનુષ્ય ગતિમાં ગયો છે. નવ લાખ માછલીના ગર્ભમાં ઉત્પન્ન થયા. બાકીના તિર્યંચ અને નરકગતિમાં ગયા.
(૧૮)
૧૮
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org