________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
દસ શ્રાવકોના સ્વરૂપનું કથન છે.
૮. અંતગડ સૂત્રમાં મોક્ષે ગયેલ ૯૦ જીવોના સ્વરૂપનું કથન છે. ૯. અણુત્તરોવવાઈ સૂત્રમાં જે સાધુઓ પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે તેના સ્વરૂપનું કથન છે.
૧૦. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ૧ હિંસા, ૨ મૃષાવાદ, ૩ ચોરી, ૪ મૈથુન,પ પરિગ્રહ એ પાંચે પાપોનું કથન તથા ૧ અહિંસા, ૨ સત્ય, ૩ અચૌર્ય, ૪ બ્રહ્મચર્ય, પ પરિગ્રહ ત્યાગ એ પાંચે સંવરના સ્વરૂપનું કથન છે.
૧૧. વિપાક સૂત્રમાં દસ દુઃખવિપાકી જીવોના સ્વરૂપનું કથન છે. ૧૨. ઉવવાઈ સૂત્રમાં ૨૨ પ્રકારના જીવો કાળ કરી જે જગ્યાએ ઉત્પન્ન થયેલા છે.તેના સ્વરૂપનું કથન છે તથા કોણિકની વંદનવિધિ તેમજ મહાવીરસ્વામીની દેશનાના સ્વરૂપનું કથન છે.
૧૩. રાયપસેણી સૂત્રમાં નાસ્તિક પ્રદેશી રાજાને બોધ કરનાર કેશીકુમાર ગણધર મહારાજનું તથા દેવ વિમાનાદિકને નમન કરવાના સ્વરૂપનું કથન છે.
૧૪.જીવાભિગમ સૂત્રમાં જીવો અજીવોનું વિસ્તારથી ચમત્કારી
કથન છે.
૧૫.પક્ષવણા સૂત્રમાં ૩૬ મા પદમાં છત્રીશ વસ્તુનું બહુ વિસ્તારથી કથન છે.
૧૬. જંબુદ્રીપ પતિ સૂત્રમાં જંબૂટ્ટીપાદિકનાં સ્વરૂપનું કથન છે. ૧૭. સૂર્યપ્રજ્ઞપ્તિ જ્યોતિષચક્રનું સ્વરૂપ છે.
૧૮. ચંદ્રપ્રજ્ઞપ્તિમાં જ્યોતિષચક્રનું સ્વરૂપ છે.
૧૯. નિર્યાવલી સૂત્રમાં કેટલાએક નરક અને સ્વર્ગમાં જવાવાળા જીવોનું તથા રાજાઓની લડાઈયોનું સ્વરૂપ કહેલું છે.
૨૦. આવશ્યક સૂત્રમાં ઈતિહાસાદિકનું ચમત્કા૨ી કથન છે. ૨૧. દશવૈકાલિક સૂત્રમાં સાધુઓના આચારનું કથન છે. ૨૨. પિંડનિયુક્તિ સૂત્રમાં સાધુને શુદ્ધ આહાર ગ્રહણ કરવાનું
કથન છે.
Jain Education International
૧૧
For Personal & Private Use Only
www.jainelibrary.org