________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
જે ઘરને વિષે પાંચ મુકુટબદ્ધ એટલે મુકુટ ધારણ કરનારા ગૃહસ્થો હોય તેનું એક કુલ થાય એવી રીતે ૯૫ કુલોની એક કોટી થાય, એવી રીતે યાદવોની પર કુલકોટી થઈ. કુલનો અર્થ ગૃહ થાય છે. નેમનાથ ચરિત્રો પણ એમજ કહેલ છે.
વસુદેવ હિડીમાં અઢાર નાતરાની કથામાં આવે છે કે અવધિજ્ઞાનને ધારણ કરનાર શ્રી કુબેરદત્તા નામની સાથ્વી પોતાના ભાઈ કુબેરદત્તને પોતાની માતા કુબેરસેના સાથે અયોગ્ય સંબંધ થયો છે, એમ જ્ઞાનથી જાણીને તે બન્નેને પ્રતિબોધ કરવા નિમિત્તે ગુણીની આજ્ઞા મેળવીને મથુરાનગરીમાં આવી પોતાની માતા કુબેરસેના કે જે વેશ્યા છે તેની પાસે સ્થાનની યાચના કરી તેના મકાનની પાસે જ કેટલીક મુદત રહી તે બંનેને પ્રતીબોધ કર્યો. સ્થૂલભદ્રજી વેશ્યાને ત્યાં રહેતા હતા અને જેમ સાધુને તેમનું દષ્ટાંત લેવાનું નથી તેમ શ્રી કુબેરદત્તા સાધ્વીનું પણ દષ્ટાંત અન્ય સાધ્વીઓએ લેવાનું નથી. એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી હકીકત છે.
વસ્તુપાળપ્રબંધે વસ્તુપાલના ગુરૂ શ્રી વર્ધમાન સૂરિ વ્યંતર નિકાયમાં ગયા છે. વસ્તુપાલનો જીવ હાલમાં મહાવિદેહ ક્ષેત્રે પુષ્કલાવતી વિજય પુંડરિકીણી નગરીમાં રાજાપણે ઉત્પન્ન થયેલ છે તે ત્રીજે ભવે મોક્ષે જશે. અપમાદેવી મહાવિદેહ કેવલી થયેલ છે. આ ઉપરોક્ત તમામ વૃત્તાંત વર્ધમાનસૂરિનો જીવ વ્યંતરેન્દ્ર થયેલ છે તેના મુખથી જાણેલ
વસ્તુપાલ મંત્રીના પ્રબંધમાં કહેલું છે કે સંવત ૧૨૯૮ વર્ષે અંકેવાળીયા ગામે વસ્તુપાલનું મરણ સાંભળીને શ્રી વર્ધમાનસૂરિયે વૈરાગ્યથી શ્રી વર્ધમાન આયંબીલ તપ કરવા માંડ્યો તથા શંખેશ્વર પાર્શ્વનાથને વંદન કરવાનો અભિગ્રહ કર્યો તે તપ પૂર્ણ થયે દેવને
M૧૪૨
૧૪૨
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org