________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
કેવળજ્ઞાની સમવસરણમાં પ્રવેશ કરી તીર્થકરને ત્રણ પ્રદક્ષિણા કરી, તીર્થકરને નમસ્કાર કરી, ગણધરોની પાછળ કેવળીની પર્ષદામાં બેસે; પણ તીર્થકરને વંદન કરે નહિ. ભગવતી સૂત્રે તથા શત્રુજ્યમાહાગ્યે પણ એમજ કહેલ છે.
એકવીશ તીર્થંકરો કાઉસગ્ગ ધ્યાને મોક્ષે ગયા છે અને આદિનાથ, નેમિનાથ તથા મહાવીરસ્વામી પદ્માસને મોક્ષે ગયા છે. - કલ્પવાસી દેવતાઓને એક વાર ભોગ ભોગવતા બે હજાર વર્ષ વીતી જાય છે. તેવી રીતે બીજા દેવતાઓને પાંચસો પાંચસો વર્ષ અનુક્રમે ઓછા કરવા, એટલે પંદરસો વર્ષ જયોતિષિને, એક હજાર વર્ષ વ્યંતરને, પાંચસો વર્ષ ભુવનપતિને એક વાર ભોગ ભોગવતા વ્યતીત થાય છે.
જેમ ભીનું વસ્ત્ર સંકેલીને મૂક્યું હોય તો તે લાંબી મુદતે સુકાય છે.અને તે જ વસ્ત્ર લાંબું કર્યું હોય તો જલ્દી સુકાઈ જાય છે, તેવી જ રીતે કર્મ પણ ઉપક્રમોથી જલ્દીથી ક્ષય થઈ જાય છે.
ભોગમાં તત્પર ત્રાયત્રિશક ને દેવો હોય છે તે દોગંદક દેવો કહેવાય છે.
શરીરના સર્વ ભાગોમાં નસો ચાલે છે, તે આત્મા અંદર હોવાથી ચાલે છે અને આત્માએ શરીર ત્યાગ કરવાથી તે ચાલતી બંધ થઈ જાય છે, તેથી પ્રત્યક્ષ દેખાય છે કે આત્મપ્રદેશના ચલાયમાનથી જ નસો ચાલે છે. ઈતિ લોકપ્રકાશે. આચારાંગમાં પણ એમજ કહેલ છે.
યુગપ્રધાન મહાત્મા વિચરે ત્યાંથી ૧૦ કોષમાં દુષ્કાબાદીક ઉપદ્રવ નાશ પામે છે અને તેઓ અતિશયયુક્ત મોટા સત્વવંત હોય
છે.
દેવતા ગાંડાઘેલા થાય છે. દેવતાની ઘેલછા બે પ્રકારે છે. ૧ યક્ષ પ્રવેશથી, ર મોહનીય કર્મના ઉદયથી. જયારે મહદ્ધિક દેવતા કોપાયમાન થાય છે ત્યારે અલ્પ M૧૩૮)
*
૧૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org