________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
યોગશાસ્ત્ર યોનિયંત્રમાં જે સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે તે મૈથુનવડે દુઃખી થઈ મરણ પામે છે.
મધ, માખણ, માંસ, મદિરામાં, અંતર્મુહૂર્ત પછી, તવર્ણા જીવોની ઉત્પત્તિ કહેલી છે.
મૌનપણું ધારણ કરી મન, વચન, કાયાની શુદ્ધિથી એકસો ને આઠ વખત ઉત્કૃષ્ટ જપ કરીને પછી ભોજન કરે તો શ્રાવક ચોથ તપનું ફળ પામે છે.
જિનોક્ત તત્વને વિષે રુચિ તે સમ્યક શ્રદ્ધાન કહેવાય છે. તે પોતાની મેળે સ્વભાવથી તેમજ ગુરુના ઉપદેશથી એમ બે પ્રકારે થાય
છે.
સાધુનો આત્મા જ જ્ઞાન, દર્શન,ચારિત્રરૂપ છે તે અથવા તેનો આત્મા જ પોતાના જ્ઞાન, દર્શન,ચારિત્રના ગુણે કરીને શરીરમાં રહેલો છે તેથી રત્નત્રયીના શુદ્ધ ઉપયોગે વર્તતા જીવને જ નિશ્ચય સમક્તિ કહીએ.
યોગવિંદ ખારા પાણીના ત્યાગથી અને જેમ મીઠા પાણીના સિંચનથી બીજ ઉગી નીકળે છે, અંકુરો ધારણ કરે છે તેમ તત્વના શ્રવણથી જીવ ઉદયને પામે છે.
રત્નસંચયે તિર્યકુર્જુભક દેવો એક બે યાવત્ નવ ભવો સુધી પોતાના પૂર્વભવોને દેખે છે, તે થકી વધારે મનુષ્યોના અગર દેવોના ભવોને દેખી શકતા નથી. રાત્રિભોજનમાં બહુ પાપ કહેલ છે.
(૧૩૫) ભાગ-૭ ફર્મા-૧ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org