________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઈંદ્રાણીએ હર્ષ વડે કરીને પોતાના શુભને માટે તિલક કરેલ છે.
વળી પણ ક્ષીરનીરવડે કરી ભગવાનને નવરાવીને આભૂષણથી વિભૂષિત કરેલ છે. ઈતિ તિલકઆભૂષણ વિચાર.
દીવાળીધે. દીવાળીકલ્પમાં સાધુ-સાધ્વી,શ્રાવક-શ્રાવિકાની જે સંખ્યા કહેલી છે તે સત્ય છે, કારણ કે-ભરતક્ષેત્ર મોટું છે. તે આપણી દષ્ટિએ આવે તેમ નથી.
ધનપાલ-પંચાશીાયામ પરમાત્માની સ્તુતિ કરતા ધનપાલે કહયું કે-હે ભગવન્! તમારી સેવાથી નિશ્ચય મોહનો નાશ થશે, પણ હું મારા આત્માની નિંદા કરું છું કે-મને કેવલજ્ઞાન થયા પછી આપને મારાથી વંદન થઈ શકશે નહિ.
કેવલજ્ઞાન થવાથી કૃતકૃત્યપણાથી પોતાનો આચાર હોવાથી જિનેશ્વર ભગવાનને નમસ્કાર નથી, પણ જિનરાજે નમસ્કાર કરેલા તીર્થને નમસ્કાર કરે છે.
ધર્મપરીક્ષાયામ સાત વ્યસન સેવનારને સમ્યક્ત્વ નથી, એમ એકાંતપણાથી કહેવાય નહિ.
ધર્મસંગ્રહણીવૃત્તો તીર્થકર મહારાજનો ગુહ્ય પ્રદેશ વસ્ત્રના પેઠે જ શુભ્ર કાન્તિના સમુહવડે કરીને જ ઢંકાયેલ છે.
ભગવાનના રૂપને દેખવાથી સ્ત્રીઓને મોહનો ઉદય ન થાય, કારણ કે ઈદ્રિય ગુપ્ત હોય છે. વળી પણ કહ્યું છે કે
M૧૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org