________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે, ૧000 હજાર ઘોડા જેટલું બળ ૧ હાથીનું હોય છે, ૫૦૦ હાથી જેટલું બળ ૧ સિંહનું હોય છે, ૫૦૦૦ સિંહ જેટલું બળ ૧ શાર્દૂલનું હોય છે, ૧૦૦૦૦ શાર્દૂલ જેટલું બળ ૧ અષ્ટાપદનું હોય છે, ૧૦૦૦૦૮ અષ્ટાપદ જેટલું બળ ૧ બળદેવનું હોય છે, ૨ બળદેવ જેટલું બળ ૧ ચક્રવર્તીનું હોય છે, ૧૦૦૦૦૦૦૦ ચક્રવર્તી જેટલું બળ એક કલ્પવાસી દેવનું હોય છે, ૧૦૦૦૦૦૦૦ કલ્પવાસી દેવ જેટલું બળ એક ઈંદ્રનું હોય છે, અનંતાઅનંત ઈંદ્ર જેટલું બળ એક તીર્થંકર મહારાજની ટચલી આંગળીની શીખામાં હોય છે. વળી પણ વિચારસંગ્રહને વિશે કેવલી મહારાજાએ નીચે પ્રમાણે કહેલું છે. ૧૨ પુરુષ જેટલું બળ એક બળદનું હોય છે. ૧૦ બળદ જેટલું એક ઘોડાનું હોય છે. ૧૨ ઘોડા જેટલું બળ એક પાડાનું હોય છે. ૫૦૦ પાડા જેટલું બળ એક હાથીનું હોય છે. ૫૦૦ હાથી જેટલું બળ એક સિંહનું હોય છે. ૨૦૦૦ સિંહ જેટલું બળ એક અષ્ટાપદનું હોય છે. ૧૦OOOOO અષ્ટાપદ જેટલું બળ એક બળદેવનું હોય છે. ૨ બળદેવ જેટલું બળ એક વાસુદેવનું હોય છે.ર વાસુદેવ જેટલું બળ એક ચક્રવર્તીનું હોય છે.૧ કોટી ચક્રવર્તી જેટલું બળ એક દેવતાનું હોય છે. ૧ કોટી દેવતા જેટલું બળ એક ઈંદ્રનું હોય છે. અનંત ઈંદ્ર જેટલું બળ એક તીર્થકર મહારાજની ટચલી આંગળીના અગ્રભાગમાં હોય છે. સર્વે જિનેશ્વરો અનંત બળવાળા હોય છે, તેમજ સર્વે સુરેંદ્રોને વંદન કરવા લાયક હોય છે. એવી રીતે પાંચ ગાથાને વિષે તીર્થકરાદિકનું વર્ણન કરેલ છે. ઈતિ કલ્પસૂત્ર બાલાવબોધે નેમિનાથ અધિકારે તથા અંતરવાચનાને વિષે પણ એમજ કહેલ છે.
દર્શનસતતિાયામ્ સંપૂર્ણ જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય ત્યારે જ જીવને મુક્તિ મળી શકે છે.
यदुत्क्तम् दर्शनशुद्धिप्रकरणे.
M૧૧૪
૧૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org