________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
પ્રતિબોધે ચામુંડા નામ તથા સાચલપાયા. તીન લખ ચોરાસી સહસ રાજપુત્ર પ્રતિબોધિયા, શ્રી રત્નપ્રભસૂરિ ઉવયેસ, નયર ઓસવાલ થાપિયા. શ્રેણિકનું વિશેષ વૃત્તાંત કહેલું છે. ઉપદેશકંદલ્યામુ,
ઉપદેશચિંતામણી અરિહંત ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં ૧ અતિવૃષ્ટિ, ૨ અનાવૃષ્ટિ, ૩ ઉંદરોની વૃદ્ધિ, ૪ ટીડોનું ફાટી નીકળવું, પ પોપટની વૃદ્ધિ, ૬ પોતાના જ રાજમંડળમાં બળવો, ૭ અને શત્રુના સૈન્યનું ચડી આવવું. આસાત ઈતિયોનો ભય હોય નહિ. અભિધાન ચિંતામણિમાં પણ હેમચંદ્રસૂરિ મહારાજે એમજ કહેલ છે.
ઉપદેશમાલા ધર્મદાસગણી શ્રાવક નિરંતર સાધુઓને વંદન કરે, પૂજે, તેમની પપાસના કરે, ભણે, ગણે, સાંભળે અને બીજાને ધર્મ સંભળાવે કિંબહુના, દેવગુરુધર્મની ઉપાયના કરવાનો અભ્યાસી બને? અભ્યાસ પણ પરભવમાં જીવની સાથે જાય છે. કહ્યું છે કે પ્રતિજન્મને વિષે જીવોએ જે પ્રકારનો અભ્યાસ કરેલો હોય તે અભ્યાસના યોગવડે જીવો તેને જ અહીં શીખી શકે છે.
શેષનાગ તથા ઉપદેશપ્રાસાદે અઢાર ભાર વનસ્પતિનું સ્વરૂપ નીચે મુજબ છે. ૩-૮૧-૧૨-૭૨-૭૯૦ સંખ્યા જેટલી વનસ્પતિને ભાર કહેલો
પાઠાંતરે ૩-૮૧-૧૨-૧૭૦ એકેક જાતના પત્રને એકત્ર કરવાથી ઉપરલી સંખ્યા પ્રમાણે મણે એક ભાર થાય એવી અઢાર ભાર વાળી વનસ્પતિ જાણવી.
૧૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org