________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
મોક્ષગામી હોય છે તેથી. એ ઉપરોક્ત તમામ સેનપ્રશ્નમાં છે,
વાર્તિક પ્રશ્નોત્તરે
વડા વાસી તેમાં લાલા પાતાદિક દોષથી પ્રત્યક્ષ અભક્ષ્ય છે. પણ છાશમાંહે તત્કાળ મૂકેલા વડા બે દિવસ પછી અભક્ષ્ય ગણાય, કારણ કે બે દિવસ પછી દહીં અભક્ષ્ય ગણાાય.
ઈતિ વડા વાશી વિચાર મેરૂસુંદરજી મહારાજ.
પ્રશ્નોત્તર સાર્ધશતકે-ઉપા શ્રી ક્ષમાલ્યાણજી
હું ભવાંતરે રાજા થાઉં એવી પ્રાર્થના કરવી તે પ્રથમ નિયાણું ૧.બહું વ્યાપારવાળા રાજ્યવડે કરીને મારે સર્યુ, ભવાંતરે હું સમૃદ્ધિમાન ગૃહસ્થ થાઉં એવા પ્રકારે પ્રાર્થના કરવી. તે બીજુ નિયાણું ૨.પુરુષને વિવિધ પ્રકારનું દુ:ખ દેખી હું સ્ત્રી થાઉં એવી પ્રાર્થના કરવી તે ત્રીજી નિયાણું ૩.સ્ત્રિયોનું પરવશપણું દેખી હું પુરુષ થાઉં એવી પ્રાર્થના કરવી તે ચોથું નિયાણું ૪. મનુષ્યના વિષયો અશુચિમય છે, માટે દેવ વિશેષ માટે બહુ પ્રાર્થના કરવી તે પાંચમું નિયાણું ૫. જે દેવતાઓ સ્વપર દેવદેવી સેવન કરવાને વિષ અને સ્વવિકુર્વિત દેવદેવી સેવન કરવાને વિષે આસક્ત હોય છે તે બહુરતા કહેવાય છે. જે દેવતાઓ સ્વયમેવ દેવ અગર દેવીપણાની વિકુર્વણા કરી સેવન કરે છે પણ બીજી નહિ તે સ્વરતા કહેવાય છે.તેના વિષય પ્રાર્થના કરી નિયાણું બાંધે છે તે છઠ્ઠુ નિયાણું કહેવાય છે. ૬.એ છ નિયાણાના બાંધવાવાળા ભવાંતરે દુર્લભ બોધિ થાય છે. વિષય વિરક્ત જે દેવતાઓ છે તે અરતી અને તે સંબંધી નિયાણું કરે તે સાતમું નિયાણું કહેવાય છે ૭. એ તે ત્રણે પ્રકા૨ના દેવો હું સાધુને ડિલાભવાવાળો શ્રાવક થાઉં એવી પ્રાર્થના કરે તે આઠમું નિયાણું ૮. વ્રત લેવાની આકાંક્ષાએ હું દરિદ્ર શ્રાવક થાઉં આવી જે પ્રાર્થના કરે તે નવમું નિયાણું ૯. પાક્ષિક સૂત્રવૃત્તિને વિષે પણ એમજ કહેલ છે.
Jain Education International
૯૩
For Personal & Private Use Only
www.jainelibrary.org