________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ થઈ ગયેલા લોકોએ શાન્તિ થવાથી નવો અવતાર થયો જાણી જુહારનું શરૂ કર્યું આ વાત મુનિસુવ્રતસ્વામિના શિષ્ય સુવ્રતાચાર્યના વખતમાં બનેલી છે. ઈતિશ્રી તીર્થકલ્પ ઉપદેશપ્રાસાદે પણ એમજ કહેલ છે.
ભગવાન ઋષભદેવસ્વામી રાયણ નીચે ફાગણ શુદિ આઠમે પૂર્વ નવાણું વાર આવ્યા તેની સંખ્યા ૬૯ કોટાકોટી, ૮૫ લાખ કોટી, ૪૪ હજાર કોટી એટલી વાર આવ્યા ઈતિ તીર્થકલ્પ, વિચારસારપ્રકરણે પણ એમજ કહેલ છે.
તીર્થકલ્પમાં કહ્યા પ્રમાણે બે હજાર વર્ષનો ભસ્મગ્રહ ઉતરી ગયા પછી યુગપ્રધાનોના વખતમાં અલ્પ આરાધનાથી પણ દેવો પ્રસન્ન થશે વિશેષમાં ભસ્મગ્રહ પાંચસો વર્ષ વક્ર થયેલ છે માટે પચીસો વર્ષ સમજવા.
વિધતીર્થભે શ્રી જિનપ્રભસૂરી શ્રી જિનપ્રભસૂરિએ પોતાના વિવિધતીર્થકલ્પમાં શત્રુંજયતીર્થકલ્પ રચના સંવત ૧૩૬૫ માં જણાવ્યું છે કે જાવડશાહે સ્થાપન કરેલા બિંબને વિક્રમ સંવત ૧૩૬૯ માં કલિકાલના વશથી પ્લેચ્છોએ તોડી નાખેલ છે. તથા ઉપદેશ તરંગીણીમાં પણ કહેલ છે કે દીલ્હીથી સોરઠમાં આવેલ એક લાખ અને એંશી હજાર સાહણફોજે પેથડ ઝાંઝણશાહે કરાવેલ, સોનાની ખોલથી મઢાવેલ જૈન મંદીરને જોઈને શત્રુંજય ઉપર ચડી જાવડશાહે સ્થાપન કરેલ પ્રતિમાજીનો ભંગ (નાશ) કર્યો છે.
કોટીશિલાનું સ્વરૂપ તીર્થકલ્પમાં છે.
તીર્થકલ્પનું ગુજરાતી ભાષાંતર પૂ.મુનિ શ્રી રત્નત્રયવિજયજી મ.સા. કરેલ.
ન ૮૫)
૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org