________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ दुठु बोधी अणज्जो य ग्घय बहुदुख सोग परो । तेणं परंमि मरिउ, नरयंमि सा जायई जीवो ॥३॥
ભાવાર્થ : જે માણસ નિર્દય થઈ પ્રાણિયોના ઘાતને કરનારો હોય અર્થાત્ હિંસાનો કરનારો તથા અસત્યને બોલનારો તથા પારકાના ધનની ચોરી કરનારો તથા પરસ્ત્રી પ્રત્યે ગમન કરનારો તથા બહુ પાપકર્મને વિષે રક્ત તેમજ પરિગ્રહને વિષે આસકત રહેનારો તથા પ્રચંડ પ્રકૃતિયુક્ત, તેમજ અભિમાનમાં મસ્ત બનેલો તથા સ્તબ્ધવૃત્તિવાળો તથા માયા-કપટને ધારણ કરનાર તથા નિષ્ફરપણાને પામેલો, તથા ક્ષુદ્રતાસહિત તેમજ પાપિષ્ટપણાને અંગીકાર કરનારો. તથા પરની ચાડી ચુગલીને કરનારો, તેમજ સર્વે પદાર્થોના ઉપર મૂછને ધારણ કરનારો તેમજ ધર્મ ભ્રષ્ટ થઈ અધર્મને આચરનારો, તથા દુષ્ટબોધિ દુર્લભબોધિ હોય તેમજ અનાર્ય શિરોમણી તથા બહુ દુઃખના અંદર મગ્ન થયેલો, તેમજ શોક સંતાપને વિષે તપેલો આવા ઉપરોક્ત આચરણો લક્ષણોને ધારણ કરનાર જીવ ઇંડાથી મરણ પામી નિશ્ચય નરકને વિષે ઉપજે છે / ૧ ૨ ૩. | कज्जत्थी जो सेवई मित्तं, कज्जओ कए विसंवयवि । कूरो मूढ मईओ, तिरिओ सो होई मरीउणं ॥४॥ | ભાવાર્થ : પોતાને કોઈ પણ પ્રકારનું કાર્ય પડયાથી મિત્રને સેવન કરનાર અને કાર્યના પાર પડી ગયાથી મિત્ર દ્રોહી થઈ મિત્રને ત્યાગ કરનાર, તથા મૂઢ મતિવાળો વિશેષમાં માયાકપટને ધારણ કરનાર જીવ ઈંહાથી મરીને તિર્યંચમાં ઉપજે છે. अज्जव मद्दव जुत्तो, अकोहणो दोस वज्जिओ वाई । नय साहू गुणेसु ठिओ, मरीओ सो माणुसो होई ५
૬૩)
૬૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org