________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
(કૃષ્ણ લેશ્યાવંત જીવના લક્ષણો) अतिरौद्रः सदाक्रोधी, मत्सरी धर्मवर्जितः निर्दयो वैरसंयुक्तः कृष्णलेश्याधिको नरः ॥१॥
- ભાવાર્થ : અત્યંતરૌદ્ર તથા નિરંતર ક્રોધને ધારણ કરનાર તથા મત્સરી, ઝેરીલા સ્વભાવવાલો તથા ધર્મરહિત તથા નિર્દય તથા વૈરભાવ વડે કરી યુક્ત એહવા લક્ષણો યુક્ત માણસ કૃષ્ણ લેશ્યાવાલો કહેવાય છે.
- (નીલવેશ્યાવંત જીવના લક્ષણો) अलसो मंदबुधिश्च, स्त्रीलुब्धः परवंचकः, कातरश्च सदा मानी, नीललेश्याधिको भवेत् ॥२॥
ભાવાર્થ : આળસુ તથા મંદબુદ્ધિવાલો તથા સ્ત્રીને વિષે અત્યંત લુબ્ધ તથા પરને ઠગનારો તથા બીકણ તેમજ સદા અભિમાની એહવા લક્ષણો યુક્ત જીવ નીકલેશ્યા વાલો કહેવાય છે.
(કાપોત લેયાવંત જીવના લક્ષણો.) शोकाकुलः सदा रुष्टः, परनिंदात्मशंसक । संग्रामे प्रार्थते मृत्यु, कापोतक उदाहृतः ॥३॥
ભાવાર્થ : શોક વડે કરી આકુલ તથા નિરંતર રૂષ્ટતા ક્રોધિપણું ધારણ કરનાર તથા પરની નિંદા કરનાર અને પોતાની પ્રશંસા કરનાર તથા રણસંગ્રામમરણની ઇચ્છા કરનાર જીવ કાપોત લેશ્યાવાલો કહેવાય છે.
૫૯
૫૯
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org