SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ • પાપિષ્ટ પાલકે સ્કંધકસૂરિના પાંચસો શિષ્યોને ઘાણીમાં ઘાલીને પીલ્યા તથા ધસૂરિની પણ તેજ સ્થિતિ કરી એવી રીતે સર્વેને ઘાંચીની ઘાણીમાં પીલાવું પડ્યું, તે સર્વ કર્મનો પ્રસાદ છે. • ઉત્તમ જ્ઞાનવાળા ચૌદ પૂર્વધર ભાનુદત્ત મુનિ નિગોદને વિષે ગમન કરવાવાળા થયા તે સર્વ કર્મનો પ્રસાદ છે. • સગર ચક્રવર્તિના સાઠ હજાર પુત્રો સમકાળે મરણ પામ્યા અને તેથી સગરચક્રવર્તિને મહા દુઃખ ઉત્પન્ન થયું તે સર્વ કર્મનો પ્રસાદ છે. • સનત્કુમાર ચક્રવર્તિનું શરીર નિરોગી તેમજ મહાનિર્મળ છતાં સમકાળે સોળ રોગો શરીરમાં વ્યાપ્ત થયા તે સર્વ કર્મનોજ પ્રસાદ • આઠમો સ્વયંભુ (સુભૂમ) ચક્રવર્તિ કે સોલ હજાર યક્ષો તેની સેવા કરનારા હતા છતાં પણ સમુદ્રમાં પડતો કોઈએ બચાવ નહિ કરવાથી આર્તરૌદ્ર ધ્યાનથી નરકને વિષે ગયો, તે સર્વ કર્મનોજ પ્રસાદ છે. • બારમો બ્રહ્મદત્ત ચક્રવર્તિ અંધત્વપણાને પામ્યો તે સર્વ કર્મનોજ પ્રસાદ છે. • રામ-લક્ષ્મણ અને સીતા વગડામાં મહાદુઃખ પામ્યા, સીતાનું હરણ થયું તેમજ રાવણ પાસેથી સીતાને પાછી વાળતા મહાકષ્ટ પામ્યા અને બાર વર્ષ સુધી વનમાં ભટકયા. તે સર્વ કર્મનો પ્રસાદ છે. • પાંચે પાંડવો દુર્યોધનની સાથે જુગાર રમતાં સર્વરાજ્યપાટને હારી ગયા તેમજ દ્રૌપદિને પણ હારી ગયા અને બાર વર્ષ વનવાસમાં પ૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005490
Book TitleVividh Vishay Vicharmala Part 04
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy