________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ વિનીતા નગરીનો સ્વામી શ્રીમાન્ હરિશ્ચંદ્ર રાજા હતો તેને પણ કર્મના કટુ વિપાકો ઉદય આવવા થકી સુતારા નામની પોતાની રાણીને વેચવી પડી તથા સ્વજન વર્ગના સંબંધ થકી વિરહી થવું પડ્યું તથા પોતાના પુત્રના મરણના દારૂણ દુઃખને સહન કરવું પડ્યું તથા વિનીતા નગરીની રાજ્યધાનીને છોડી દઈ ઘણા શત્રુઓ છે જેને વિષે એવા દુષ્ટ દેશને વિષે ગમન કરવું પડ્યું અને નિરંતર ચાંડાલના ગૃહને વિષે રહી મસ્તક ઉપર પાણિ વહન કરી દિવસ ગુજારવા પડયા, અહહ ! ઇતિ ખેદે ! જે હરિશ્ચંદ્ર મહારાજાની એક એક અવસ્થા પણ મહા દુઃખદાઇ નીવડી હા હા ઇતિ ખેદે કર્મની ગતિયો મહા વિષમ અને વિચિત્રતાથી પરિપૂર્ણ ભરેલી છે. क्क हरिश्चंद्र कांत्यजदास्यं, क इलासूनु : क च नटलास्यं । क्क च वनकष्टं क्कासौरामः, कटु रे विकटो विधिपरिणामः २
ભાવાર્થ : કયાં હરિશ્ચંદ્ર રાજા અને જ્યાં તેનું ચાંડાલને ઘરે દાસત્વપણું તથા કયાં ઇલાપુર કુમાર અને કયાં નટડાના ટોળામાં મલી જઈ નાટક કરવા પણું તથા કયાં રાજા રામચંદ્ર અને કયાં તેને વનને વિષે મહાકષ્ટ ભોગવવા પણું, અરે ! અરે ! કર્મનો કટુક વિપાક મહા વિકટ અને બલિષ્ટ છે.
વિવેચન : યુગલાધર્મનું નિવારણ કરનારા તથા પરમ પ્રતાપી તથા પ્રથમ રાજા તથા પ્રથમ તીર્થંકર મહારાજા શ્રીમાન આદીશ્વરસ્વામિ પણ એક વર્ષ સુધી આહાર વિના જગતને વિષે વિચર્યા, તે કર્મ મહારાજાનો જ પ્રસાદ છે. કારણ કે આદિનાથ મહારાજાએ ભવાંતરને વિષે બાંધેલ કર્મ તીર્થંકર મહારાજાના ભવમાં ઉદય આવવાથી બાર માસ લગી નિરાહાર પણે વિચર્યા. ભગવાનને અંતરાય કર્મ ઉદય આવવાથી દિક્ષા અંગીકાર કર્યાબાદ નિરંતર
૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org