________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
(મહાપુરૂષના લક્ષણો) न हसंति परं न थुणंति अप्ययं पियसयाइं जपं ति । एसो सुयणसहावो नमो नमो त्ताणंपुरसाणं ॥१॥
ભાવાર્થ : જે મહાનુભાવો પરની હાંસીને કરતા નથી તથા પોતાના આત્માની સ્તુતિને કરતા નથી તથા સેંકડો પ્રિય વાકયોને બોલે છે. એ ઉપરોક્ત પ્રમાણે જેઓના અત્યંત સર્જન સ્વભાવ રહેલો છે તેવા મહાનુભાવ મહાત્માઓને નમસ્કાર હો, નમસ્કાર હો. अलसा होई अकज्जे पाणिवहे पंगुला सया होई । परतत्तिसु य वहिरा, जच्चंधा परकलत्तेसु ॥२॥
ભાવાર્થ : અકાર્ય કરવાને વિષે આળસુ તથા પ્રાણિયોનો વધ કરવામાં નિરંતર પાંગળા તથા પરના અવર્ણવાદ સાંભળવામાં બહેરા તથા પરબ્રિયોને વિષે નિરંતર જાતિ અંધ હોય તેજ મહાપુરૂષ કહેવાય છે. ધન્ય છે તેહવા માતાપિતાઓને કે ગુણના દરિયા સમાન એ ઉપરોક્ત ગુણગણને ધારણ કરનાર પુત્ર રત્નોને ઉત્પન્ન કરી ત્રિલોકમાં પોતાની કીર્તિ અમર કરે છે.
(મહા પુરૂષોના સાત ગુણો.) विणओ१ जिणवरभत्ति२ सुत्तदाणं ३ सुसंजम ४ । दखित्ते५ निरीहंते६ परोवयारो७ गुणासत्त ॥१॥
ભાવાર્થ : વિનય ૧, જિનેશ્વર મહારાજની ભક્તિ ૨, તથા સુપાત્રદાન ૩, તથા શ્રેષ્ઠ સંયમ ૪, તથા દક્ષપણું ૫, તથા નિરીહતા ૬, તથા પરોપકાર ૭, એ ઉપરોક્ત સાત મહાપુરૂષોના ગુણો કહેલા
33.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org