________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
ભાવાર્થ : જેવી રીતે કાદવ યુક્ત જલને વિષે ખુંચી ગયેલ હસ્તિ સ્થળ ભૂમિને દેખતા છતાં પણ કાંઠા પ્રત્યે આવી શકતો નથી તેવીજ રીતે વિષયની અંદર ગૃદ્ધિભાવને પામેલા અમો સાધુ માર્ગને આશ્રય કરી શકતા નથી, પામી શકતા નથી, મેલવી શકતા નથી, આચરી શકતા નથી.
વિવેચન : કયાં છે આજે આત્મનિંદા, આજે તો પોતાની પ્રશંસા હજારો લાખો અવગુણો જગ જાહેર હોય તો પણ પોતાની પ્રશંસા અને બીજાની નિંદા ગમે છે, કિં બહુના !
આખો દિવસ નિંદા કરનારે કોણ જાણે શું મોટો યજ્ઞ કરી દીધો, કે મોટો હોદ્દો મેળવી દીધો, કે મોટો દેશસાધી લીધો, કે મોટો દરીયોડોળી દીધો, કે મોટો ધજાગરો બાંધી દીધો, કે જાણે હું હુને હું ! અને ભાઈ ! જ્ઞાનિ મહારાજ અત્યારે કોઈ નથી. તેથી નિંદા કરી નાચ્યા કુદયા કરો. જ્ઞાની હોય તો મોટા ઢોલ જેવડી પોલ તમારી હમણાં પ્રગટ થાય. ટુંકામાં પરનિંદા સમાન બીજું પાપ નથી, આત્મનિંદા સમાન બીજું પુન્ય નથી. માટે પોતાની આત્મ નિંદા કરો.
(પૃથ્વીના અલંકાર ભૂત પુરૂષો.) सं चिआ खमई समत्थो, धनवंतो जं न गम्विओ होई । जं च सुविज्झो नमिओ, तेहिं अलंकीया पुहवी ॥१॥ - ભાવાર્થ : સંચય કરનાર માણસ ક્ષમાવંત હોય તથા ધનવંત અભિમાન રહિત હોય, તથા વિદ્યાવંત નમ્ર હોય, આ ત્રણે મહાન પુરૂષોથી પૃથ્વી અલંકારભૂત કહેવાય છે. - વિવેચન : વસ્તુઓ હોય પણ તેના સાથે ઉદારતા અને ક્ષમા હોય તેમજ નિરાભિમાનતા હોય અને લઘુતા હોય ત્યારે આ
બ૩૧)
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org