________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
( કૃપણતા.) अदत्त दोषेण भवेद्दरिद्री, दरिद्रदोषेण करोति पापं । पापादवश्यं नरकं प्रयाति, पुनर्दरिद्री पुनरेव पामी ॥१॥
ભાવાર્થ : ભવાંતરને વિષે કૃપણતા કરી મુષ્ટિ બદ્ધ થઈ દાન નહિ આપવાના દોષ વડે કરી પ્રાણિઓ આગામિકાલે દરિદ્રી થાય છે અને દરિદ્રપણાના દોષથી પાપકર્મને કરે છે, પાપ કર્મ કરવાથી નરકમાં જાય છે, ને ફરીથી દરિદ્રી અને ફરીથી પાપ થાય છે. कथयंति न याचंते, भिक्षाचारा गृहे गृहे । यधस्ति किंचित् तद्देहि, अदातुः फलमीदृशं ॥१॥
ભાવાર્થ : ભિક્ષાચરો જે તે ગૃહે ગૃહે યાચના કરતા નથી પણ કહે છે કે જો કાંઈ પણ હોય તો આપો નહિ દેવાનું ફળ આ પ્રકારનું
વિવેચન : ઠીક ભલે શક્તિ અનુસારે કોઈને કાંઈ નહિ આપો તો ખેર અમારે જોર કરી પૈસો ખર્ચાવવો નથી. પરંતુ જેવી કૃપણતા લક્ષ્મીમાં કરો છો તેવી કૃપણતા પાપકર્મ કરવામાં કેમ નથી કરતા? મધ માખણ મદિરા માંસાદિકના ભક્ષણમાં કેમ કૃપણતા થતી નથી ? આના અંદર કયાં પૈસા ટકા બેસવાના હતા, માટે વિચારવું જોઈએ. શિવાય સુકૃતની લક્ષ્મી હોય તેજ સુમાર્ગે વપરાય છે, કુલક્ષ્મી સારા માર્ગે વપરાતી નથી કહ્યું છે કે –
(કુ લક્ષ્મી સ્વરૂપ) निर्दयत्वमहंकारतृष्णा, कर्कशभाषणं । नीचपात्रप्रियत्वं च, पंच श्रीसहचारिण : ॥१॥
ભાવાર્થ : નિર્ભયપણું તથા અભિમાન તથા તૃષ્ણા તથા કઠોર
૨૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org