________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ રાખેલી શાની હોય અર્થાત્ હોય જ હિ કિંબહુના ! ઉત્તમ જીવોને પથ્વીકાય અપકાય તેઉકાય વાઉકાય અને વનસ્પતિકાયના સમગ્ર જીવોનું રક્ષણ કરવું શ્રેષ્ઠ છે, કારણ કે એવી રીતે યાતનાથી રક્ષણ કરવામાં ન આવે તો તે મનુષ્યોની દુર્દશા થાય છે, કારણ કે ગૃહસ્થાશ્રમ તેજ ઘણીજ જીવ હિંસાના કારણભૂત છે, માટે તે હિંસામય ગૃહસ્થાશ્રમમાંથી ઉત્તમ જીવો જે જે પ્રકારે જીવ દયા પ્રતિપાલન કરે છે તે તે પ્રકારના લાભને ભાગીદાર બને છે. શિવાય ગૃહસ્થાશ્રમ પાપમય કર્તવ્યોથી કેવલ હિંસામયજ ભરેલો છે. મહાભારતને વિષે કહ્યું છે કે - सर्वे वेदा न तं कुर्युः, सर्वे यज्ञाश्च भारत । સર્વે તીથfમપેશ, યઃ કુર્યાત્રાનાં વા .
ભાવાર્થ : શ્રીમાન્ કૃષ્ણ મહારાજ યુધિષ્ઠરને કહે છે કે - હે ભારત ! જે લાભ પ્રાણિયોની દયા પાલવાથી ઉત્પન્ન થાય છે તે લાભ સર્વે વેદોના પઠન પાઠનથી પણ ઉત્પન્ન થતો નથી, તથા સર્વે પ્રકારના યજ્ઞો કરવાથી પણ તે લાભ પ્રાપ્ત થતો નથી તથા સર્વે તીર્થોના અભિષેકો કરવાથી પણ થઈ શકતો નથી. यो ददाति सहस्त्राणि, गवामश्वशतानि च । अभयं सर्वसत्वेभ्यस्त दानमतिरिच्यते ॥२॥
ભાવાર્થ : જે માણસ હજારો ગાયો તથા સેંકડો ઘોડાઓનું દાન આપે અને બીજી તરફ સર્વે જીવોને અભયદાન આપે તો ગાયો તથા ઘોડાઓના દાન કરતાં અભય દાન વિશેષ લાભ આપે છે કારણ કે અભયદાન જ શ્રેષ્ઠ છે.
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org