________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ કરો, તથા નાના પ્રકારની તપસ્યાને પણ ભાવ યુક્ત ભલે કરો, તો પણ મિથ્યાત્વ સંયુક્ત મનવાલો થઈ મિથ્યાત્વનો સેવન કરનાર જો હોય તો જેને વિષેથી સર્વ બાધાઓ (પીડાઓ) નાશ પામી છે, એવા મુક્તિ સુખના આસ્વાદનને કોઈ દિવસ કરી શકતો નથી, અર્થાત્ ઉપરોક્ત ક્રિયા કરનાર મનુષ્ય જો મિથ્યાત્વનું સેવન કરનાર હોય તો મુક્તિને પામી શકતો નથી, માટે સમ્યકત્વનું સેવન કરવું તેજ સાર ભૂત છે. तनोति धर्मं विधुनोति पातकं, ददाति सौख्यं विधुनोति बाधकम् चिनोति मुक्तिं विनिहंति संसृति, जनस्य सम्यक्त्वमनिंदित धृतम् ॥६॥
ભાવાર્થ : નહિ નિંદાયેલ સમ્યકત્વ રત્નને ગ્રહણ કરનારા મનુષ્યોનું ધારણ કરેલ સમ્યકત્વ ધર્મનો વિસ્તાર કરે છે, તથા પાપ કર્મના નાશને કરે છે, તથા વિવિધ પ્રકારના સુખને આપે છે, તથા નાના પ્રકારની બાધા (પીડાઓને) દુર કરે છે, તથા સંસારને હણે છે, તેમજ મુક્તિને આપે છે.
मिथ्यात्व यतः न मिथ्यात्वसमः शत्रुर्न मिथ्यात्वसमं विषम् । न मिथ्यात्वसमो रोगो, न मिथ्यात्वसमं तमः ॥१॥ द्विषद्विषतमोरोगैर्दुःखमेकत्र दीयते । मिथ्यात्वेन दुरंतेन, जंतोर्जन्मनि जन्मनि ॥२॥ वरं ज्वाला कुले क्षिप्तो, देहिनात्मा हुताशने ।। न तु मिथ्यात्वसंयुक्तं, जीवितव्यं कदाचन ॥३॥
ભાવાર્થ : મિથ્યાત્વ સમાન કોઈ શત્રુ નથી, મિથ્યાત્વ સમાન કોઈ રોગ નથી તથા મિથ્યાત્વ સમાન બીજો કોઈ અંધકાર નથી. ૧ શત્રુ વિષ રોગ અને અંધકાર આ ચાર એક જન્મને વિષે દુઃખ
ભાગ-૪ ફર્મા-૨
:
. Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org