________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ અહિંસાની અને અહિંસાને વિષે હિંસાની બુદ્ધિ ધારણ કરવી, તથા અસતને વિષે સત્ની અને સતુને વિષે અસની બુદ્ધિ ધારણ કરવી. આવી રીતે સર્વ સત્ય પદાર્થોને વિષે અસત્ય, અને અસત્યને વિષે સત્યની બુદ્ધિને ધારણ કરનારા જૈનો, મહા મિથ્યાત્વી કહેવાય છે, અને તેથીજ મિથ્યાત્વ મતિવાલા જૈન અનંત સંસાર ચક્રવાલને વિષે પરિભ્રમણ કર્યાજ કરે છે. પરંતુ ભવના પારને પામતા નથી. કહ્યું છે કે – वरं सर्पमुखे वासो, वरं च विष भक्षणं । अचलाग्निजले पातो, मिथ्यात्वान्न च जीवितं ॥१॥
ભાવાર્થ : સર્પના રહેવાના સ્થાન (રાફડા) ઉપર વાસ કરવો સારો તથા વિષનું ભક્ષણ કરવું સારું તથા પર્વતના શિખર ઉપરથી પૃપાપાત કરવો સારો, તથા અગ્નિમાં પડીને બળીમરવું સારું, તથા પાણીને વિષે ડુબી મરવું સારું, પરંતુ મિથ્યાત્વી થઈ જીવવું સારૂ નથી. સુભાષિત રત્ન સંદોહની અંદર કહ્યું છે કે - वरं विषं भुक्तमसुक्षयक्षम, वरं वन श्वापदवनिषेवितम् । वरं कृतं वन्हिशिखाप्रवेशनं, नरस्य मिथ्यात्वयुतं न जीवितम् ॥१॥
ભાવાર્થ : પ્રાણનો નાશ કરવામાં સમર્થ એવા વિષનું ભક્ષણ કરવું સારું, તથા હિંસક પ્રાણિઓ વાસ કરતા હોય તેવા વનને વિષે થાપદ જીવોના સાથે વાસ કરવો સારો, તથા જવાજલ્ય અગ્નિ જવાલાને વિષે પ્રવેશ કરવો સારો, પરંતુ મિથ્યાત્વ યુક્ત મનુષ્યને આ દુનિયામાં જીવવું સારું નથી, કારણ કે ઉપરનાં સર્વે એકજ વાર મરણ પમાડે છે પરંતુ મિથ્યાત્વ તો ભવોભવ મરણોના દુઃખદાઈ દુઃખોને આપે છે. करोति दोषं न तमत्र केशरी, न दन्दशूको न करी न भूमिपः अतीवरुष्टो न च शत्रु रुद्धतो, यमुग्रमिथ्यात्वरिपुः शरीरिणाम्
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org