________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ શ્રેણિકાદિકને જાણવું.
૩. તથા પોતે જે મિથ્યાદ્રષ્ટિ, અભવ્ય દૂર્ભવ્ય, અંગાર મદદિકના પેઠે ધર્મ કથાદિકથી, જીનોકત જીવા અજીવાદિક પદાર્થોને જેવી રીતે હોય, તેવીજ રીતે બીજાને દીપયતિ, પ્રકાશયતિ, પ્રકાશ કરે. પોતાનાથી બીજાના માટે દીપક કહેવાય. શંકા-જે મિથ્યાદ્રષ્ટિ હોય તે સમ્યગદ્રષ્ટિ કેમ કહેવાય ! વચનનો વિરોધ છે માટે તેને ઉત્તર આપે છે, તે મિથ્યાદ્રષ્ટિ છે, તો પણ તેના પરિણામનું વિશેષપણું, યતિ, પિતૃઓના પેઠે કારણભૂત છે, કારણ કે કાર્ય કારણના ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે, જેમ કે આયુષ્કૃતમ્-ઇતિ-અદોષ-દીપતિપ્રકાશયતિ ઇતિ દીપકે. વળી પણ પાંચ પ્રકારે સમ્યકત્વ કહેલ છે.
૧ ઔપથમિકં. ૨ ક્ષાયિક. ૩ લાયોપથમિક. ૪. સાસ્વાદન ૫. વેદનક. એ પાંચ પ્રકારે સમ્યત્વ કહેલ છે.
૧ પોતે ઉદીરણા કરેલ મિથ્યાત્વ અનુભવ ક્ષય કર્યો છતે, અને ઉદીરણા કરેલ પરિણામ વિશુદ્ધિના વિશેષ પણા થકી સર્વથા ક્ષય કર્યો છતે, જે ગુણ પ્રાપ્ત થાય છે. તે ઔપથમિક સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ અનાદિ મિથ્યાદ્રષ્ટિ ગ્રંથભેદ કરનારને તથા ઉપશમ શ્રેણી પ્રારંભ કરનારને હોય છે.
૨. અનંતાનુબંધી કષાય ચારેના ક્ષય થયા પછી, મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ પુંજ લક્ષણ ત્રણ પ્રકારે દર્શન મોહનીયકર્મ સર્વથા પ્રકારે સમ્યકત્વ કહેવાય છે. તે સમ્યકત્વ ક્ષપકશ્રેણી પામનાર જીવોને હોય છે.
૩. તથા જે મિથ્યાત્વ ઉદય આવેલ હોય તેને વિપાકના ઉદયથી વેદનાથી ક્ષીણ થયેલી હોય, અને બાકી સત્તાને વિષે ઉદય નહિ આવેલું રહેલું હોય, તે ઉપશાંત, એટલે મિથ્યાત્વ મિશ્ર પંજ,
૧૦૫
૧૦૫
૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org